તપાસ:ચીલઝડપ કરનારની ઓળખ મેળવવા પોલીસની મથામણ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક સોમવારે સાંજે વેપારીની નજર સામે જ તેના સ્કૂટર પરથી બે શખ્સ રોકડા રૂ.2 લાખ ભરેલો થેલો ઉઠાવી ગયા હતા.

રૈયા ગામમાં સવન સિમ્ફની એપાર્ટમેન્ટમાં રહેતા અને આલાપ ગ્રીનસિટી પાસે વિરલ ટ્રેડિંગ નામે પેઢી ધરાવતાં હરેશભાઇ ગોરધનભાઇ કક્કડ (ઉ.વ.61) સોમવારે સાંજે 5.30 વાગ્યે ઇન્દિરા સર્કલ પાસે આવેલી પી.એમ.આંગડિયા પેઢીએ રૂ.2 લાખનું આંગડિયું લઇને પોતાની ઓફિસ તરફ જવા નીકળ્યા હતા, હરેશભાએ રૂ.2 લાખ ભરેલો થેલો પોતાના એક્ટિવામાં આગળ તરફ રાખ્યો હતો. પ્રૌઢ ગોપાલ ચોક પાસે પહોંચ્યા હતા ત્યારે ડબલસવારી બાઇક ધસી આવ્યું હતું.

બાઇકચાલકે વેપારીના સ્કૂટરની લગોલગ પોતાનું બાઇક કર્યું હતું અને પાછળ બેઠેલા શખ્સે વેપારીના સ્કૂટર પરથી રોકડ ભરેલો થેલો આંચકી બંને શખ્સ નાસી ગયા હતા. પોલીસે સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચીલઝડપ કરનાર બંને શખ્સ 20 થી 22 વર્ષની વયના અને પાતળા બાંધાના હતા અને એકના વાળ લાંબા હતા. પોલીસે ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી જોકે બંને શખ્સ સુધી દોરી જાય તેવી કડી પોલીસને મળી નહોતી.

અન્ય સમાચારો પણ છે...