તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પોલીસે 3 કિ.મી. પીછો કરી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો, બારવણ 4 રસ્તા પાસે કાર રોકવાનો પ્રયાસ કર્યો’તો

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર બારવણ ચોકડી નજીક પોલીસે ત્રણ કિલોમીટર સુધી પીછો કરી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.1,21,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ખોડિયારપરામાં રહેણાક મકાનના ભોં ટાકામાં છુપાવેલા 34 બોટલ દારૂ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. બારવણ ચોકડી નજીકથી એક કાર દારૂના જથ્થા સાથે પસાર થવાની છે તેવી હકીકત મળતા એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ હડિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. નિયત નંબરની કાર પસાર થતાં પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર હંકારી મુકી હતી.

પોલીસે ત્રણ કિલોમીટર સુધી પીછો કરી કારને આંતરી હતી અને કારમાં તપાસ કરતાં અંદરથી રૂ.47200ની કિંમતનો 118 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.1,21,200નો મુદ્દામાલ જપ્ત કરી કારચાલક જસદણના રામળિયા ગામના પ્રવીણ ઉર્ફે અનિલ રવજી મકવાણાની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને આપવા જતો હતો સહિતના મુદ્દે પોલીસે પ્રવીણની પુછપરછ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...