પાણી માટે વલખાં:રાજકોટમાં નિયમિત પાણી ન મળતા આવાસ યોજનામાં મહિલાઓનો હોબાળો, ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડી આવી હતી

રાજકોટ2 મહિનો પહેલા
મહિલાઓએ ઉગ્ર પ્રદર્શન કરતા પોલીસ દોડી આવી હતી
  • છેલ્લા 7 વર્ષથી વીર સાવરકર આવાસ યોજનામાં નિયમિત પાણી આવતું નથી: સ્થાનિક મહિલા
  • રાજકોટ મ્યુનિ.એ ડાયરેક્ટ પમ્પિંગ અને ફળિયા ધોનારાઓને 9,500 રૂપિયાનો દંડ ફટકાર્યો

એક તરફ રાજકોટમાં ઉનાળાનો આકરો તાપ શહેરીજનોને ત્રસ્ત કરી રહ્યો છે. બીજી તરફ શહેરમાં વીર સાવરકર આવાસ યોજનામાં પાણીની પારાયણ શરુ થઈ ગઈ છે. આવાસ યોજનાના રહીશોને છેલ્લા ઘણાં સમયથી પાણી ન મળતા તેઓ પરેશાન થઈ ગયા છે. રોષે ભરાયને આવાસ યોજનાના પાર્કિંગમાં મહિલાઓએ હોબાળો મચાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડી આવી હતી અને મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

મહિલાઓએ હોબાળો મચાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન ર્ક્યું
મહિલાઓએ હોબાળો મચાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન ર્ક્યું

રોજીંદા કામોમાં હાલાકી ભોગવવી પડે છે
ઉનાળો આવતા જ પાણીની બૂમો ઉઠવી રાજકોટ માટે જાણે સામાન્ય વાત છે. રાજકોટમાં પહેલેથી જ ઉનાળામાં પાણીની અછત સર્જાવાના એંધાણ હતા. પરંતુ રાજકોટમાં રૂડા દ્વારા તૈયાર કરવામાં આવેલા વીર સાવરકર આવાસ યોજનામાં 1000 આવાસમાં માત્ર 4 જ ટેન્કર દરરોજ આપવામાં આવે છે. આવાસ યોજનાના રહીશોને છેલ્લા ઘણાં સમયથી પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે. જેના કારણે રહીશોને રોજીંદા કામોમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

વીર સાવરકર આવાસ યોજનામાં 1000 આવાસમાં માત્ર 4 જ ટેન્કર આપવામાં આવે છે
વીર સાવરકર આવાસ યોજનામાં 1000 આવાસમાં માત્ર 4 જ ટેન્કર આપવામાં આવે છે

જવાબદાર અધિકારીઓ ઉડાઉ જવાબ આપે છે
આ અંગે સ્થાનિક જાગૃતિબેન પંડ્યા નામની મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી વીર સાવરકર આવાસ યોજનામાં પાણી નિયમિત આવતું નથી જયારે જવાબદાર અધિકારીઓ ઉડાઉ જવાબ આપી સમસ્યાનું સમાધાન ન લાવતા નથી. આમાં આમારે ક્યાં જવું ? કોને ફરિયાદ કરવી.

પોલીસે મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો
પોલીસે મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો

ડાયરેક્ટ પમ્પિંગ અને ફળિયા ધોનારાઓને 9,500 રૂપિયાનો દંડ
બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મુકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેક્ટ પમ્પિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં 30 એપ્રિલના રોજ 1426 ઘરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પિંગ કરતા 16 કિસ્સાઓ મળ્યા હતા. 11 શખસોને નોટિસ અને 6 શખસની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પિંગ અને ફળિયા ધોવા બદલ રૂ.9,500ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.

ફળિયા ધોવા બાબતે રૂ. 9,500/-ની પેનલ્ટી વસુલ કરાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટ પંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં 1426ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ ૧૬ કિસ્સાઓ મળેલ હતા. 11 આસામીઓને નોટીસ અને 06 આસામીઓની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ. 9,500/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.