તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વીજપોલ નાખવા જવાની મંજૂરી હતી છતાં પોલીસે ગુનો નોંધી એકની ધરપકડ કરી

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘંટેશ્વર ચોકડી પાસેની ઘટના, કાયદો-વ્યવસ્થાના નામે પોલીસની દાદાગીરી
 • પોલીસની આડોડાઇને કારણે પરાપીપળિયામાં ખેડૂતો વીજળીથી વંચિત રહ્યા

લોકડાઉનના પાલનના નામે પોલીસ વધુ પડતી સખ્તાઇ દાખવી રહ્યાના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે, વીજપોલ ઊભા કરવા જઇ રહેલા વીજ શ્રમિકોની રિક્ષાને ઘંટેશ્વર ચોકડી પાસે પોલીસે અટકાવી રિક્ષાચાલકની ધરપકડ કરવાનો હુંકાર કર્યો હતો, અંતે રિક્ષા ડિટેન કરી ચાલકની ધરપકડ કરી હતી. પોલીસની અવળચંડાઇને કારણે પરાપીપળિયાના કેટલાક ખેડૂતો વીજપુરવઠાથી વંચિત રહ્યા હતા.  રિક્ષાચાલક અને શ્રમિકોએ પોતે આવશ્યક સેવા વીજકંપની તરફથી કામ કરવા જઇ રહ્યાનો અને આ માટે વીજકંપનીએ આપેલો પત્ર બતાવ્યો હતો, પરંતુ પોલીસ પોતાની વાત પર અડગ રહી હતી અને સાતેય શ્રમિક અને રિક્ષાચાલકની ધરપકડ કરવાની તેમજ રિક્ષા ડિટેન કરવાની ચીમકી આપી હતી.  શ્રમિકોએ આ અંગે લાઇન ઇન્સ્પેક્ટર મહેતાને ટેલિફોનિક જાણ કરતાં મહેતાએ પણ પોલીસ સાથે વાત કરી શ્રમિકો સરકારી કામે જઇ રહ્યાનું અને મંજૂરી હોવાની વાત કરી હતી, એટલું જ નહીં મામલો ઉચ્ચ અધિકારી સુધી પહોંચ્યો હતો અને ડેપ્યુટી ઇજનેરે પણ વિનંતી કરી હતી, પરંતુ વર્દીના મદમાં મહાલતા પોલીસ કર્મચારીઓ કોઇની વાત સાંભળવા તૈયાર નહોતા અને રિક્ષા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને લઇ જઈ રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રિક્ષાચાલક પર રોફ જમાવ્યો હોવાથી ચાલક અને શ્રમિકોની હાલત કફોડી બની હતી અને કોઇપણ શ્રમિકે કામ કરી શકે તેવી સ્થિતિ નહીં હોવાનું કહેતા પોલ ઊભો કરવાની કામગીરી થઇ ન શકતા કેટલાક ખેડૂતો વીજપ્રવાહથી વંચિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો