તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડકાઇ:ફરજ પર જતા શિક્ષકે કલેક્ટરનો હુકમ બતાવ્યો છતાં પોલીસે ગુનો નોંધ્યો, તપાસના નામે પોલીસની વધુ પડતી સખ્તાઇ

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એ.સ.એ.સ.એન.કે નજીક તપાસના નામે પોલીસની વધુ પડતી સખ્તાઇ
 • ખાખીના તોરમાં પોલીસમેને પોતાનો જ હિસાબ પૂરો કર્યો

લોકડાઉનના પાલનના નામે પોલીસ વધુ પડતી સખ્તાઇ દાખવીને શહેરીજનો સાથે ઉદ્ધતાઇ કરી રહી હોવાની ફરિયાદો ઊઠી રહી છે ત્યારે રવિવારે શિક્ષકને પોલીસનો કડવો અનુભવ થયો હતો. ફરજ પર જઇ રહેલા શિક્ષકે કલેક્ટરનો હુકમ પત્ર દર્શાવ્યો હતો પરંતુ પોલીસે કોઇ વાત સાંભળી નહોતી અને કાર જપ્ત કરી શિક્ષક સામે ગુનો નોંધ્યો હતો.

પુષ્કરધામ પાસેની ગૌરવપાર્ક સોસાયટીમાં રહેતા અને મવડીની સરદાર પટેલ વિદ્યામંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં ભરતભાઇ વેલજીભાઇ દુસરાને હાલમાં રાશનિંગની દુકાને ફરજ સોંપવામાં આવી છે અને આ માટે કલેક્ટર તંત્ર દ્વારા હુકમ પત્ર પણ આપવામાં આવ્યો છે. શિક્ષક ભરતભાઇને રવિવારે સવારે મનહર પ્લોટમાં આવેલી રાશનની દુકાને ડ્યૂટી હતી અને સવારે 8 વાગ્યે પોતાની કાર લઇને ઘરેથી નીકળ્યા હતા અને એસએનકે સ્કૂલ પાસેની ચેકપોસ્ટે પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.

ભરતભાઇ દુસરાએ પોતાની કાર પર લગાવેલો કલેક્ટરનો હુકમ પત્ર બતાવ્યો હતો અને જવા દેવા વિનંતી કરી હતી, પરંતુ હેડ કોન્સ્ટેબલ બોઘાભાઇએ શિક્ષક ભરતભાઇ પાસેથી ઓળખકાર્ડ માગ્યું હતું. સંસ્થા દ્વારા ઓળખકાર્ડ અપાયું જ નહીં હોવાનું શિક્ષકે કહેતા પોલીસમેન બોઘાભાઇ પોતાની વાત પર અડગ રહ્યા હતા અને શિક્ષકની કારની ચાવી લઇ લીધી હતી અને શિક્ષક ભરતભાઇને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા જ્યાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો