રાજકોટ પોલીસ કાર્યવાહી:30 સ્પામાં પોલીસના દરોડા, પ્રતિબંધ હોવા છતાં ત્રણ ખુલ્લા મળી આવ્યા; 4 સંચાલકોને સકંજામાં લીધા; 27 સ્પા બંધ મળ્યા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ પોલીસે 10 ટીમ બનાવી સ્પામાં દરોડા પાડયા હતા. - Divya Bhaskar
રાજકોટ પોલીસે 10 ટીમ બનાવી સ્પામાં દરોડા પાડયા હતા.

કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા અનેક છૂટછાટ આપતા ધંધા રોજગાર શરૂ થયા છે, જોકે હજુ શાળાઓ અને સ્પા સહિતના સ્થળ ચાલુ કરવા પર પ્રતિબંધ છે. રવિવારે શહેર પોલીસે 30 સ્પા પર તપાસ કરતાં 3 સ્પા ચાલુ મળી આવતા ચાર સંચાલકને સકંજામાં લઇ પોલીસે કાર્યવાહી કરી હતી.

સ્પા ચાલુ કરવાની રાજ્ય સરકારે છૂટ નહીં આપી હોવા છતાં પોતાના આર્થિક લાભ માટે કેટલાક સ્પા સંચાલકોએ સ્પા ચાલુ કરી દીધાની માહિતી મળતાં રવિવારે શહેર પોલીસની 10 ટીમ બનાવવામાં આવી હતી અને 10 ટીમ શહેરમાં આવેલા 30 સ્પા પર ત્રાટકી હતી, જેમાં 150 ફૂટ રિંગ રોડ પરના ઇસ્કોન મોલમાં આવેલું સુગર સ્પા, પર્પલ ઓર્કિડ સ્પા તથા ઇન્દિરા સર્કલ પાસેના પ્રસિદ્ધ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલું આત્મીજ સ્પા ચાલુ મળી આવ્યા હતા. પોલીસે સુગર સ્પાના હાર્દિક ગૌતમ સોંદરવા, આત્મીજ સ્પાના રાજેશ મોતીસીંગ પરિહાર, અશોક ધીરજલાલ વાઘેલા અને પર્પલ ઓર્કિડ સ્પાના પલ્લવી મહેન્દ્ર મેર સામે ગુનો નોંધી ચારેયની અટકાયત કરી હતી.

ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, અન્ય 27 સ્પા બંધ હતા, શહેરમાં કોઇપણ સ્થળે સ્પા કે સ્કૂલ અથવા ટ્યૂશન ક્લાસીસ ચાલતા હશે તો તેના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ અંગે આગામી દિવસોમાં દરોડાનો દોર શરૂ કરવામાં આવશે.

બાલાજી ક્લાસીસમાં દરોડો, 20 વિદ્યાર્થીને બોલાવ્યા’તા
શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટર પર વિદ્યાર્થીઓને બોલાવવા પર પ્રતિબંધ છે, માત્ર ઓનલાઇન શિક્ષણની જ સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે ત્યારે શહેરના રૈયારોડ પર તીર્થધામ એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલા બાલાજી ક્લાસીસમાં વિદ્યાર્થીઓને બોલાવી અભ્યાસ કરાવાતો હોવાની માહિતી મળતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. પોલીસ પહોંચી ત્યારે 20 વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા, પોલીસે ક્લાસીસના સંચાલક એરપોર્ટ રોડ પરના શિવાજી પાર્કમાં રહેતા હિતેષ નવિનચંદ્ર ભટ્ટ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...