કાર્યવાહી:રાજકોટ રેન્જમાં પોલીસના બીજા દિવસે દરોડા, 5 જગ્યા પરથી 55.52 લાખના ગેરકાયદેસર બાયોડીઝલ સાથે 8 શખ્સની ધરપકડ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
5 સ્થળે દરોડા પાડવામાં આવ્યા. - Divya Bhaskar
5 સ્થળે દરોડા પાડવામાં આવ્યા.
  • 131 પોલીસ ટીમ બનાવી સતત બે દિવસથી રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકામાં દરોડા

રાજકોટ રેન્જમાં સતત બીજા દિવસે બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ પર દરોડા કરવામાં આવ્યા હતા. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ છેલ્લા 2 દિવસથી રાજકોટ રેન્જ વિસ્તારમાં અલગ અલગ 131 જેટલી સ્પેશિયલ ટીમ બનાવી દરોડા કરવામાં આવી રહ્યાં છે. આજે બીજા દિવસે 5 જગ્યા પર ફરિયાદ નોંધી 8 શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની 131 ટીમ બનાવી સતત બે દિવસથી દરોડાની કાર્યવાહી
પ્રાપ્ત વિગત મુજબ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડીઝલના હાટડાઓ પર ધોંસ બોલાવવા સૂચના આપી હતી. જે અંતર્ગત રાજકોટ રેન્જ આઇ.જી. સંદિપ સિંહની સૂચના મુજબ અલગ અલગ 131 જેટલી ટીમ બનાવી સતત બે દિવસથી રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા સહિત અલગ અલગ વિસ્તારમાં દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આજે બીજા દિવસે 5 જગ્યા પરથી બાયોડીઝલનો જથ્થો મળી આવતા અલગ અલગ 5 ફરિયાદ નોંધી કુલ 8 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસે 55.52 લાખની કિંમતનું બાયોડીઝલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

131 પોલીસ ટીમ દ્વારા દરોડા.
131 પોલીસ ટીમ દ્વારા દરોડા.

158 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા
છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ ગ્રામ્ય, મોરબી, દેવભુમી દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ અને સંગ્રહ કરતા 158 સ્થળોએ દરોડા પાડી આ દરોડામાં પાંચ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી 55,52,800ની કિંમતનું 75,600 લીટર બાયોડીઝલ મળી કુલ રૂ.1,31,55,400નો મુદ્દામાલ કબ્જે કરી કુલ-8 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...