તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સંતકબીર રોડ પર ગાંઠિયાની દુકાન પર પોલીસ ત્રાટકી, 204 ગુનામાં 215ની ધરપકડ

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

લોકડાઉનની ગુરુવારે ફિફ્ટી થઇ છે. શહેરમાં લોકડાઉનના 50મા દિવસે પોલીસે જાહેરનામાનો ભંગ કરવા અંગેના 204 ગુના નોંધી 215 શખ્સની ધરપકડ કરી છે. શહેરના સંતકબીર રોડ, ન્યૂ શક્તિ સોસાયટીમાં જગદીશ ફરસાણ નામની દુકાનમાં ગાંઠિયાનું વેચાણ થતું હોવાની બી ડિવિઝન પોલીસને ગુરુવારે સવારે 7 વાગ્યે માહિતી મળી હતી. જેના અાધારે પોલીસે સાડા સાત વાગ્યે દરોડો પાડી વેપારી મનીષ હીરાભાઇ સોલંકીને માલસામાન સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત બેડીપરા પોલીસ ચોકી સામેથી પસાર થયેલી વેગનઆર કારને પોલીસે અટકાવી હતી. કારની તલાશીમાં અંદરથી બીડીના પાંચ બંડલ મળી આવતા અવીન કિશોરભાઇ ભાલુ અને અમિત જગદીશભાઇ રાઠોડની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. પેટ્રોલિંગમાં પોલીસે 3 મહિલા સહિત નવ શખ્સને 41 લિટર દેશી દારૂ સાથે પકડી પાડ્યા છે. આ ઉપરાંત મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા 73 લોકો પાસેથી રૂ.73 હજારનો દંડ વસૂલ્યો છે. ઇસ્ટ ઝોનમાં 36, સેન્ટ્રલ ઝોનમાં 13 અને વેસ્ટ ઝોનમાં 24 લોકો દંડાયા છે. તેમજ વારંવાર ઘર બહાર નીકળતા 7 વાહનચાલક સીસીટીવીમાં કેદ થતા તેમની સામે પણ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો