ભીમ અગીયારસ આવતા જ જુગારીયાઓ સક્રિય થઇ ગયા હોય અને મુહુર્ત સાચવવા જાણે કે જુગારની મોસમ ખીલી હોય તેમ રાજકોટના ભીચરી ગામની સીમમાં ચાલતી જુગાર ક્લબમાં કુવાડવા રોડ પોલીસ ત્રાટકી હતી. પોલીસને જોતા જ પત્તાપ્રેમીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે દરોડા દરમિયાન જુગાર રમતા વાડી માલિક સહિત 22 શખસોને ઝડપી લીધા હતા.
બાતમીને આધારે દરોડો પાડ્યો
કુવાડવા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ભીચરી ગામની સીમમાં આવેલી વિનોદ ઉર્ફે વિનુ ચનાભાઇ જાદવની વાડીમાં જુગાર કલબ ધમધમતી રહી છે. આ બાતમીના આધારે પોલીસે અહીં ભીચરી ગામની સીમમાં આવેલી વિનોદ ઉર્ફે વિનુની વાડીએ દરોડો પાડ્યો હતો.પોલીસને જોતા જ જુગારની મહેફિલ માંડી બેઠેલા શખસોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે દરોડા દરમિયાન જુગાર રમતા 22 શખસોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા 80,130 તથા 14 મોબાઈલ સહિત કુલ રૂપિયા 1,83,630 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ
આ રેઇડમાં અજય ચંનાભાઇ જાદવ, ગોવર્ધન ડાયાભાઈ સોમાણી, પ્રકાશ રણછોડભાઈ જાદવ, ઉમેશ રામજીભાઈ ધાડવી, અનિલ મુકેશભાઈ ગોહેલ, નાસા છગનભાઈ જાદવ, યોગેશ કરસનભાઈ ઘૂસડિયા, હિતેશ છગનભાઇ લીંબડીયા, અશોક વાલજીભાઈ જાદવ, કલ્પેશ અમરશીભાઈ ઝાપડિયા, જનક વિઠ્ઠલભાઈ ચાવડા, મેહુલ વિજયભાઈ જાદવ, હંસરાજ ગોકળભાઈ મેર, સુરેશ બાબુભાઈ મકવાણા, હેમંત જેરામભાઈ ચાવડા, ભરત હકુભાઇ લુભાણી, મહેશ ઉર્ફે મયુર હકાભાઇ ગોહેલ, હસમુખ શખસોમાં વાડી માલિક વિનોદ ઉર્ફે વિનુનાથાભાઈ જાદવ, દિનેશ જેરામભાઈ ચાવડા, અનિલ વિનુભાઈ જાદવ અને વિજય વશરામભાઈ પલાળીયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.