તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસનો નવતર પ્રયોગ:રાત્રે લોક કર્યા વગર ઘરની બહાર પાર્ક કરેલા 35 વાહનો પોલીસ ઉઠાવી ગઇ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાપરવાહીને કારણે થતી વાહનચોરી અટકાવવા ભક્તિનગર પોલીસનો નવતર પ્રયોગ
  • સવારે વાહન માલિકો હાંફળાફાંફળા થઇ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને પહોંચ્યા

અનેક લોકો રાત્રીના પોતાના ઘરની બહાર ટુ વ્હિલરને લોક માર્યા વગર પાર્ક કરતા હોય છે અને તે કારણે વાહન ઉઠાવગીરોને કોઇપણ તકલીફ વગર વાહન હાથ આવી જાય છે, આવા લાપરવાહ લોકોમાં જાગૃતતા લાવવા માટે ભક્તિનગર પોલીસે નવતર પ્રયોગ કર્યો હતો. ગુરૂવારે રાત્રીના પોલીસની ટીમ જુદી જુદી 8 સોસાયટીમાં ફરી વળી હતી અને લોક કર્યા વગર ઘરની બહાર રાખેલા 35 વાહનો પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. સવારે જાગેલા વાહન માલિકો થોડીવાર માટે બેબાકળા બની ગયા હતા.

ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી.ઝાલાએ જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે અલગ અલગ સોસાયટીના 15 જેટલા લોકો પોતાનું ટુ વ્હિલર ચોરી થયાની ફરિયાદ સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પોલીસે શરૂઆતમાં તો તેની પાસેથી માહિતી મેળવી હતી બાદમાં તેમનું વાહન તસ્કરે નહી પરંતુ પોલીસે જ ઉઠાવ્યાનું અને વાહન સલામત હોવાનું કહેતા તે લોકોને રાહત થઇ હતી. આ ઉપરાંત અન્ય વાહન માલિકોના પોકેટકોપ એપથી નામ સરનામાં મેળવી તેને પોલીસ મથકે બોલાવી નોટિસ આપી વાહન સાથે જવા દીધા હતા. આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું પીઆઇ ઝાલાએ જણાવ્યું હતું.

અનેક મહિલાએ તેમના પતિને ધમકાવ્યા
શુક્રવારે સવારે 15 જેટલા લોકો ટુ વ્હિલર ચોરી થયાની રાવ સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. કેટલાક લોકો તેના પત્ની સાથે ગયા હતા, પોલીસે જ્યારે કહ્યું કે વાહન ચોરી નથી થયું પરંતુ લોક નહોતું કર્યું અને ઘરની બહાર પાર્ક કર્યું હતું એટલે પોલીસે જ ઉઠાવ્યું તે સાથે જ મહિલાઓ તેના પતિ સામે ત્રાડુકી હતી અને કહેવા લાગી હતી કે, ‘કેટલી વખત કહ્યું ઘરમાં વાહન રાખો, લોક મારો પણ માનતા જ નથી’, હવે સમજે તો સારૂ.

અન્ય સમાચારો પણ છે...