લેપટોપ-મોબાઇલની ચીલઝડપ કરનારને પોલીસે પકડી પાડ્યો છે. માલવિયાનગર પોલીસમથકના પીએસઆઇ વી.કે.ઝાલા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા નાનામવા સર્કલ નજીક પેટ્રોલિંગમાં હતા. ત્યારે ખુલ્લા મેદાનમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઊભો હોય તુરંત તેની પાસે પહોંચી ગયા હતા.
પૂછપરછ કરતા તે અમૂલ સર્કલ પાસે ઝૂંપડામાં રહેતો રાહુલ મહેશ દતાણિયા હોવાનું કહ્યું હતું. જ્યારે તેની પાસેથી લેપટોપ અને એક મોબાઇલ મળી આવતા તે અંગે પૂછપરછ કરતા તેને પાંચ દિવસ પહેલા રાત્રીના નવ વાગ્યાના અરસામાં કોઠારિયા ચોકડી પાસેથી લેપટોપ, મોબાઇલની ચીલઝડપ કર્યાની કબૂલાત આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.