તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પોલીસે આરટીપી એપ્લિકેશનના માધ્યમથી 30 હજારથી વધુ રાજકોટીયન્સ પાસે 6 માસમાં ટ્રાફિક ભંગના 2.87 કરોડનો દંડ વસુલ્યો

રાજકોટ20 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • આરટીપી એપ્લિકેશન દ્વારા SMS મારફતે દંડ ભરનારને જાણ કરવામા આવે છે. જે આખી પ્રક્રિયાને પેપરલેસ બનાવે છે.
  • શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

રાજકોટ પોલીસે છેલ્લા 6 માસમાં કુલ 30,497 લોકોને ઈ-ચલણ હેઠળ ટ્રાફિક ભંગના રૂપિયા 2.87 કરોડનો દંડ ચૂકવ્યો હતો જેમાં ટ્રાફિક પોલીસની પેપરલેસ અને કેશલેસ ટ્રાફિક ચલણ સિસ્ટમનો ઉપયોગ કરી લોકોએ દંડ ભર્યો હતો. રાજકોટ શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવેલ રાજકોટ ટ્રાફિક પોલીસ એપ્લિકેશનને અપડેટ કરાવી ઇન-બિલ્ટ ડેટા એનાલિટિકલ ટુલ સાથે રોકડ અને ઇ-ચલણ જેવા અન્ય પેમેન્ટ મોડસ સાથે ઓન-સ્પોટ કોન્ટેક્ટલેસ, પેપરલેસ અને કેશલેસ ટ્રાફિક ચલણ સિસ્ટમનો રોલ આઉટ સફળતા પૂર્વક પૂર્ણ કરાવી છે.

SMS મારફતે દંડ ભરનારને જાણ કરવામા આવે છે
આ પ્રકારની સિસ્ટમ ભારતમાં પ્રથમ વખત બનાવવામાં આવી છે. જેને 21-01-2021ના રોજ CM વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં શરૂ કરાવવામાં આવેલ. 21/01/2021 થી 23/03/2021 સુધી ટ્રાયલ બેઈઝ પર રાખવામાં બાદ એપ્લિકેશનમાં આવતી ક્ષતીઓ દૂર કરી બાદ આરટીપી એપ્લિકેશન ગુગલ પે, પેટીએમ, ભીમ, ભારત પે જેવી તમામ એપ્લિકેશનોથી દંડ ચૂકવી શકે છે અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓના દરેક ફોન પર આ સિસ્ટમ તૈનાત કરવામાં આવેલ છે. આમ સિસ્ટમને કેન્દ્રીકૃતથી ડિસ્ટ્રિબ્યુટેડ નેટવર્ક ઓફ ડિવાઇસમાં પરિવર્તિત કરવામાં આવે છે.જયારે આરટીપી એપ્લિકેશનથી દંડ લેવામાં આવે છે. ત્યારે એસએમએસ મારફતે દંડ ભરનારને જાણ કરવામા આવે છે. જે આખી પ્રક્રિયાને પેપરલેસ બનાવે છે.

મિડલમેનને કોઇપણ જાતનું કમિશન આપવામાં આવતુ નથી
આરટીપી દ્વારા કોઇ પણ વાહન ચાલકને જ્યારે કસુર બદલ મેમો આપવામાં આવે છે. ત્યારે કસુરદારના મોબાઇલ ઉપર મેસેજ આપી હેન્ડ લેન્ડ ડીવાઇસ દ્વારા અથવા અન્ય ઓનલાઇન પેમેન્ટની સુવિધા દ્વારા દંડ વસુલ કરવામા આવે છે. ત્યારે બેન્ક કે અન્ય કોઇ મિડલમેનને કોઇપણ જાતનું કમિશન આપવામાં આવતુ નથી ઓનલાઇન પેમેન્ટ લેવામાં આવે છે ત્યારે કોઇ ચોક્કસ પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) નો આગ્રહ રાખવામાં આવતો નથી.

આરટીપી એપ્લિકેશન ખુબ જ ઉપયોગી સાબિત થઈ છે
આમ આરટીપી એપ્લિકેશન રાજકોટ શહેર ખાતે અસરકારક અને ઉપયોગી સાબિત થઈ છે. અને રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તા 24/03/2021 થી આજદિન 26/08/2021 સુધી કુલ ઈ-ચલણ 30,497 જનરેટ કરવામાં આવેલ જેમા કેસ ચલન 18,203 અને કયુંઆર આધારીત ચલન 1,440 તથા ઇ-ચલન 10,854 જનરેટ કરવામાં આવેલ જનરેલ કરવમાં આવેલ કેસ ચલનનો દંડ રૂ.92,54,950 તથા કયુંઆર ચલનનો દંડ રૂ.7,98,500 અને ઈ-ચલનનો દંડ રૂ.86,05,900 એમ કુલ 1,86,59,350 તથા ઈ-ચલન વગર દંડ રૂ. 1,00,53,450 જેટલો દંડ વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરાતા ચાલકો પાસેથી વસુલ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...