અફવા:રાજકોટમાં બોમ્બની આશંકા સાથે ઉત્કર્ષ સ્કૂલ પાસે એક શંકાસ્પદ પાર્સલ પોલીસને મળ્યું,બોમ્બ સ્ક્વોડે તપાસ કરતા ઘરવખરીનો કચરો નિકળ્યો

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • માલવિયાનગર પોલીસ સાથે SOG, ક્રાઈમ બ્રાંચ સહિતનો કાફલો દોડી ગયો હતો

રાજકોટ શહેરના લક્ષ્મીનગ૨ નાલા નજીક આવેલી ઉત્કર્ષ સ્કૂલ પાસે એક શંકાસ્પદ પાર્સલ હોવાની જાણ થતા માલવીયાનગ૨ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જો કે બોક્સમાં કોઈ જોખમ કા૨ક વસ્તુ ન હોવાની ખાતરી થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

SOG, ક્રાઈમ બ્રાંચ સહિતનો કાફલો દોડી ગયો
મળતી વિગત મુજબ લક્ષ્મીનગ૨ના નાલા પાસે આવેલી ઉત્કર્ષ સ્કૂલ નજીક એક શંકાસ્પદ પાર્સલ પડયું હોય અને તેમાં બોમ્બ હોવાની અફવા ફેલાતા પોલીસ કંટ્રોલમાં જાણ થતા માલવીયાનગ૨ પોલીસના પીઆઈ કે. એન. ભુકણ અને સ્ટાફ દોડી ગયો હતો. લગભગ બપોરના બેથી અઢી વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી. જેમાં SOG, ક્રાઈમ બ્રાંચ સહિતનો કાફલો દોડી ગયો હતો. સૌપ્રથમ સ્થાનિક પોલીસે સમગ્ર વિસ્તા૨ને કોર્ડન કરી લોકોની અવ૨-જવ૨ બંધ કરાવી હતી.

પોલીસ અને લત્તાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો
આ ત૨ફ બોમ્બ સ્ક્વોડની ટીમ પણ દોડી ગઈ હતી અને લાઈફ જેકેટ પહેરી શંકાસ્પદ પાર્સલ પર્ણકુટિર પોલીસ ચોકી બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં લઇ જઈ તપાસ ક૨તા અંદ૨ તેમાંથી પસ્તી-પુઠા અને ઘરવખરીનો કચરો મળી આવ્યો હતો. જેની ખાતરી થતા પોલીસ અને લત્તાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.જો કે આ પહેલા પાર્સલમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ જતા વિસ્તા૨માં ભય ફેલાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઈને ઘરવખરીનો કચરો બોક્સમાં ભરી ત્યાં મુકી દીધો હોવાનું અનુમાન છે.