તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પોણા બે લાખની ચોરીમાં પોલીસે ગુનો ન નોંધ્યો

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કિસાનપરા ચોક પાસે આવેલી રેસ્ટોરન્ટમાં 17 દિવસ પહેલા ચોરી થઇ હતી, 12 વખત રજૂઆત કરાઈ
 • સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ દેવા છતાં પોલીસે ગુનો ન નોંધ્યાનો સંચાલકનો આક્ષેપ

કિસાનપરા ચોક પાસે આવેલી રેસ્ટોરન્ટમાં થયેલી રોકડ ચોરીના બનાવમાં પુરાવાઓ સાથે જાણ કરવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરી ગુનો ન નોંધ્યાનો રેસ્ટોરન્ટ સંચાલકે આક્ષેપ કર્યો છે. યુએસ પીઝાના નામથી રેસ્ટોરન્ટ ચલાવતા સંચાલક ધર્મેશભાઇ એમ. રૂપારેલિયાએ જણાવ્યું કે, તેમની કિસાનપરા પાસે આવેલી રેસ્ટોરન્ટમાં ગત તા.20ની રાતે કાઉન્ટરમાંથી રૂ.1,72,850ના રોકડની ચોરી થઇ હતી.

પોણા બે લાખની માતબર રકમની ચોરીના બનાવની સવારે એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી. અને સાથે રેસ્ટોરન્ટમાં લગાડેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ પોલીસને સોંપ્યું હતું. દરમિયાન લાખોની ચોરી થઇ હોવા છતાં પોલીસે બનાવને કોઇ ગંભીરતાથી ન લઇ ગુનો પણ ન નોધ્યો. ચોરીના બનાવ બાદ દિવસો પસાર થવા છતાં પોલીસે કોઇ નક્કર કાર્યવાહી નહી કરતા આ મુદ્દે એ ડિવિઝન પોલીસ મથકમાં એક ડઝન વખત રજૂઆત કરી હતી.

તેમ છતાં ગુનો કે કોઇ કાર્યવાહી નહીં થતાં બનાવના આઠ દિવસ બાદ ચોરીના બનાવમાં પોલીસે કોઇ કાર્યવાહી નહીં કર્યા અંગેની પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી. એ ડિવિઝન પોલીસને બાર વખત રજૂઆત કર્યા બાદ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવા છતા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી. આજે બનાવના 17 દિવસ વિતી જતા અમારી ચોરાયેલી પોણા બે લાખની રોકડ હવે પરત મળી શકશે કે કેમ તે એક સવાલ છે.

આરોપીનું લોકેશન મળ્યું, હવે ગુનો નોંધશું: પીઆઈ
રેસ્ટોરન્ટમાં થયેલી રોકડ ચોરીના બનાવની સંચાલકે જાણ કર્યા બાદ રેસ્ટોરન્ટના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જેમાં એક શખ્સ રોકડ ચોરી કરતો હોવાનું જોવા મળ્યું હતું. જે શખ્સ અંગે પૂછતા સંચાલકે તે રેસ્ટોરન્ટનો કર્મચારી હોવાનું અને તે બિહારનો હોવાનું જણાવ્યું હતુ. કર્મચારીએ કળા કરી હોય તેના નામઠામ અને મોબાઇલ નંબર મેળવ્યા હતા. તે શખ્સનું બિહારમાં લોકેશન મળતા એક ટીમને બિહાર રવાના કરી ગુનો નોંધવા તજવીજ કરી છે. > પીઆઇ સી.જી.જોષી, એ ડિવિઝન પોલીસ મથક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો