હોટલમાં ડાન્સકાંડ:રાજકોટમાં ન્યૂડ વીડિયોના 36 કલાક બાદ પણ રૂમમાં કોણ હતું એ પોલીસ શોધી શકી નથી, રૂમમાં દિલ્હીનું કપલ હતું કે નહિ એ તપાસનો વિષય : DCP

રાજકોટ2 મહિનો પહેલા
  • વીડિયો ક્યારે અને કોણે ઉતાર્યો એ હજુ પણ સ્પષ્ટ થઈ શક્યું નથી
  • ‘પ્રાઈવસી’ની દુહાઈ આપતી હોટલ ઈમ્પીરિયલમાં નાચનારી યુવતી કોણ ? પોલીસ તપાસ શરૂ

શહેરની ઇમ્પીરિયલ હોટલના રૂમમાં યુવતીના ન્યૂડ ડાન્સવાળો વીડિયો ફરતો થતાં હોબાળો મચી ગયો હતો. આ ઘટના 36 કલાક પછી પણ પોલીસ રૂમમાં કોણ હતી એ શોધી શકી નથી આ ઉપરાંત વીડિયો કોણે ઉતાર્યો અને શુક્રવાર રાતનો છે કે શું એ અંગેની દિશામાં પણ તપાસ થઈ રહ્યાનું પોલીસ રટણ કરી રહી છે. આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે એ દિવસે હોટલમાં દિલ્હીનું કપલ રોકાયું હતું કે નહીં એ તપાસનો વિષય છે.

રાજકોટ ઝોન-1નાં DCP મનોહરસિંહ જાડેજા.
રાજકોટ ઝોન-1નાં DCP મનોહરસિંહ જાડેજા.
ન્યૂડ ડાન્સ કરતી યુવતી મુંબઈની મોડલ હોવાની વાત.
ન્યૂડ ડાન્સ કરતી યુવતી મુંબઈની મોડલ હોવાની વાત.

ન્યૂડ પાર્ટી થઈ હતી કે કેમ એ તપાસનો વિષય
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હોટલના રૂમમાં ન્યૂડ પાર્ટી થઈ હતી કે કેમ એ તપાસનો વિષય છે અંદર કોણ હતું એની તપાસ ચાલે છે. શુક્રવારે વધુ એક વીડિયો ફરતો થયો હતો અને તે વીડિયો ઓથેન્ટિક નથી. વાઇરલ વીડિયો અંગે મને વિગત મળી છે એ ઓથેન્ટિક નથી. તેમ છતાં અમે આખા અઠવાડિયાના ડેટા લીધા છે, જેમાં 23, 24 કે 25 સપ્ટેમ્બરના રોજનો વીડિયો હોઇ શકે. હજી સુધી વીડિયોનો સોર્સ મળ્યો નથી. આ વીડિયો ફોરેન્સિકમાં મોકલ્યા પછી જ ખબર પડી શકે કે આ વીડિયો ક્યારે બનાવવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે હોટલમાં પહોંચી તપાસ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચે હોટલમાં પહોંચી તપાસ કરી હતી.

શુક્રવારે ન્યૂડ પાર્ટી યોજી હોવાની જોરશોરથી ચર્ચાઓ
ઇમ્પીરિયલ હોટલના છઠ્ઠા માળે આવેલા રૂમમાં એક યુવતી ડાન્સ કરી રહી હોવાનો વીડિયો ગુરુવારે ફરતો થયો હતો, હોટલના એ રૂમમાં ન્યૂડ પાર્ટી યોજવામાં આવી હતી અને એ ન્યૂડ ડાન્સ કરી રહી હોવાની ચર્ચાઓ શરૂ થઇ હતી, રાજકોટ શહેરની હોટલમાં ન્યૂડ પાર્ટી યોજાયાની ચર્ચાને પગલે ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા અને એ.ડિવિઝન પોલીસે જાણવાજોગ નોંધ નોંધી તપાસ શરૂ કરી હતી. વીડિયોમાં દેખાતી યુવતી મુંબઇની મોડેલ હોવાની અને મોરબીના ઉદ્યોગપતિએ શુક્રવારે ન્યૂડ પાર્ટી યોજી હોવાની જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ હતી,

હોટલના મેનેજર રાહુલ રાવ.
હોટલના મેનેજર રાહુલ રાવ.

બીજો વીડિયો ઓથેન્ટિક નથી
દરમિયાન શુક્રવારે વધુ એક વીડિયો ફરતો થયો હતો, જે વીડિયો ઇમ્પીરિયલ હોટલના એ રૂમનો હોવાની અને એ વીડિયોમાં યુવતી ન્યૂડ ડાન્સ કરતી જોવા મળી હતી, આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે બીજો વીડિયો ઓથેન્ટિક નથી, પરંતુ કથિત ન્યૂડ પાર્ટીવાળા વીડિયોના મૂળ સુધી પહોંચવા માટે વીડિયો કોણે ઉતાર્યો અને કોણે ફરતો કર્યો એ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, તે વ્યક્તિ હાથ આવ્યા બાદ વીડિયો કયા દિવસનો છે એ સ્પષ્ટ થશે.

વાઇરલ વીડિયોમાં નિર્વસ્ત્ર થઈ યુવતી ડાન્સ કરતી જોવા મળી.
વાઇરલ વીડિયોમાં નિર્વસ્ત્ર થઈ યુવતી ડાન્સ કરતી જોવા મળી.

યુવતીનો વીડિયો ઉતારવાનો હેતુ શું
બીજી બાજુ, શુક્રવારનો વીડિયો હોવાની વાતો થઇ રહી છે, પરંતુ વીડિયો એ દિવસનો નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે વીડિયો ફરતો કરનારે શા માટે ખોટા દિવસની જાહેરાત કરી?, વીડિયોમાં માત્ર એક જ યુવતી દેખાઇ રહી છે તો એનો વીડિયો ઉતારવાનો હેતુ શું?, વીડિયો ક્યારે ઉતારવામાં આવ્યો અને ક્યારે ફરતો કરવામાં આવ્યો એ મુદ્દો પણ તપાસનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...