કાર્યવાહી:રાજકોટમાં કર્મકાંડી બ્રાહ્મણ પરિવારના સામુહિક આપઘાતની ઘટના અંગે તપાસ કરવા પોલીસ કમિશનરે સીટની રચના કરી

5 મહિનો પહેલા
પોલીસ કમિશનર કચેરીની ફાઈલ તસ્વીર
  • ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કમિશનરે સીટની રચના કરી

રાજકોટ શહેરના નાનામવા રોડ ઉપર શિવમ પાર્કમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ પરિવારે કોરાટ પરિવારને મકાન વેચવા બાબતની ઘટનામાં પૈસાની લેતી દેતી બાબતે છેતરપીંડીનો ભોગ બનતા પુત્ર-પુત્રીને ઝેરી દવા પાઈને પોતે દવા પી લઈ અને દવા પીવાની ઘટનામાં પાંચ શખ્સોનો ઉલ્લેક કરતી સુસાઈટ નોટ લખી હોવાની ઘટના અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. આ સીટની ટીમના અધ્યક્ષ તરીકે DCP મનોહરસિંહ જાડેજા, SIT ટીમના સભ્ય તરીકે ACP જે.એસ.ગેડમ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલ તપાસ, કરશે.

જાણો શું હતો સમગ્ર મામલો
નાના મવા રોડ પર અજમેરા શાસ્ત્રીનગર સામે આવેલા શિવમ્ પાર્ક-૨માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ યુવાન કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ પોતાના યુવાન પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને કોરોનાની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી હતી. પહેલા પુત્ર, પછી પિતા કમલેશભાઇ અને બાદમાં પુત્રીનું મોત થયું હતું. આ બનાવમાં તાલુકા પોલીસે મૃતક કમલેશભાઇના ભાઇ કાનજીભાઇ લાબડીયાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે વકિલ આર. ડી. વોરા અને દિલીપ જીવરાજભાઇ કોરાટ સામે IPCની કલમ 307, 406, 384, 114, 120-B મુજબ ગુનો નોંધ્યો હતો. આ બંનેએ કાવત્રુ કરી કમલેશભાઇનું 1 કરોડ 29 લાખના મકાનનો સોદો કરી સુથીના રૂ. 51 હજાર અને બીજા 20 લાખ ચુકવી બાકીના સાટાખત વખતે આપવાનો વાયદો કર્યા બાદ સાટાખત કરવાના દિવસે પૈસા તો તમને આપી દીધા છે કહી ઠગાઇ કરતાં કમલેશભાઇ મરવા અને સંતાનોને મારવા મજબૂર થયાનો ગુનો નોંધ્યો હતો.

આરોપી દિલીપ કોરાટની પોલીસે ધરપકડ કરી.
આરોપી દિલીપ કોરાટની પોલીસે ધરપકડ કરી.

આરોપી દિલીપ કોરાટ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ બનાવ અંગે ખુદ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ગંભીરતાથી નોંધ લઇ સીટની રચના કરી છે. જેથી મૃતક કમલેશભાઇની સ્યુસાઇડ નોટ કબ્જે કરી ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 3 દિવસ પહેલા અમદાવાદ હાઇવે પરથી આરોપી દિલીપ કોરાટને ચોક્કસ બાતમીના આધારે પકડી પાડી કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.