તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિદેશી દારૂની 216 બોટલ ભરેલી કારને પોલીસે પીછો કરી પકડી, સરધાર વોચમાં રહેલી પોલીસે ભરૂડી ટોલનાકા સુધી પીછો કર્યો

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કુવાડવા ગામથી સરધાર જતા રસ્તા વચ્ચેથી વિદેશી દારૂ ભરેલી વોક્સવેગન કાર પસાર થવાની હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ સાખરા સહિતના સ્ટાફે સરધાર નજીક વોચ ગોઠવી હતી. આ સમયે માહિતી મુજબની કાર પસાર થતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઊભી રાખવાને બદલે ભગાવી મૂકી હતી. જેથી વોચમાં રહેલી પોલીસે ટીમે તે કારનો પીછો કર્યો હતો. અંતે તે કાર ભરૂડી ટોલનાકા પાસે અટકાવી પોલીસે કાર સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો.

કારમાં તલાશી લેતા અંદરથી રૂ.93,600ની કિંમતની વિદેશી દારૂની 216 બોટલ મળી આવી હતી. જ્યારે ચાલકની પૂછપરછ કરતા તે મોરબી રોડ, સેટેલાઇટ ચોક પાસે રહેતો અને શાકભાજીનો ધંધો કરતો અતુલ મનસુખ મકવાણા હોવાનું કહ્યું હતું. વિદેશી દારૂ સુરેન્દ્રનગરથી લઇ આવી રાજકોટમાં મહિલા બૂટલેગરને આપવાનો હોવાનું પકડાયેલા અતુલે રટણ રટ્યું હતું. પકડાયેલા અતુલની વાત પોલીસને ગળે ઉતરતી ન હોય તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

13 વર્ષમાં 13 ગુના, હિસ્ટ્રીશીટર પાસામાં
માલવિયાનગર પોલીસમથકમાં 2008થી 2020 સુધીમાં ચોરી, દારૂ, હત્યાની કોશિશ, મારામારી, અપહરણ-બળાત્કાર સહિત 13 ગુના આચરનાર ઉદયનગર-1 શેરી નં.19માં રહેતા વિમલ ઉર્ફે કાનો હરેશ ચૌહાણ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેના પર મંજૂરીની મહોર મારતા માલવિયાનગર પોલીસે વિમલની અટકાયત કરી પાસા હેઠળ વડોદરા જેલહવાલે કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો