તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્ફ્યૂના સમયે બનેલો બનાવ:ATMમાં ઘૂસેલા બે શખ્સ કળા કરે તે પહેલા જ પોલીસ પહોંચી ગઇ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રિશૂલ ચોકમાં એસબીઆઇના એટીએમમાં કર્ફ્યૂના સમયે બનેલો બનાવ

કર્ફ્યૂના સમયમાં ગુનેગારોએ કળા કર્યાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભક્તિનગર પોલીસમથક વિસ્તારમાં આવેલા ત્રિશૂલ ચોકમાં એસબીઆઇના એટીએમના રૂમમાં મશીન તોડવાની બે શખ્સ કોશિશ કરી રહ્યા હોવાની મુંબઇ સ્થિત બેંકની ઓફિસને ખબર પડતા તુરંત રાજકોટ પોલીસ કંટ્રોલરૂમને આ અંગે જાણ કરી હતી.

એટીએમ મશીન તોડવા બે શખ્સ ઘૂસ્યાની જાણ થતાની સાથે જ કંટ્રોલરૂમે પીસીઆર વાન સહિતની અન્ય મોબાઇલ વાનને ત્રિશૂલ ચોક પહોંચવા આદેશ કરતા દોડી ગઇ હતી અને સમય સૂચકતા વાપરી એસબીઆઇના એટીએમમાં ઘૂસેલા બે શખ્સને કળા કરે તે પહેલા જ દબોચી લીધા હતા. બંનેને સકંજામાં લઇ ક્રાઇમ બ્રાંચને સોંપ્યા હતા. બેંક અધિકારી દ્વારા સંભવત ગુરુવારે પોલીસમાં ફરિયાદ નોંધાવે તેવી શકયતા છે.

બંનેની પૂછપરછમાં સૌરાષ્ટ્રભરના બનાવોનો ભેદ ઉકેલાશે. શહેરમાં વિવિધ એટીએમના સીસીટીવી, એલાર્મ સિસ્ટમનું સંચાલન તેમની હેડ ઓફિસથી થતું હોય ગત રાતે એસબીઆઇના એટીએમમાં બે શખ્સ ઘૂસ્યાની મુંબઇ સ્થિત હેડ ઓફિસમાં ખબર પડી હતી. અને હેડ ઓફિસથી તુરંત પોલીસને જાણ કરતા એટીએમ તોડી પૈસા લૂંટે તે પહેલા જ પોલીસે બેનેને પકડી પાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...