કાર્યવાહી:વાંકાનેરના જ્વેલર્સના માલિકે વટાવવા આપેલી 96.50 લાખની રદ્દ થયેલી નોટ સાથે બે પકડાયા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે બે આરોપીની ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે બે આરોપીની ધરપકડ કરી
  • 500ની 19224 તથા 2000ની 38 નોટ જપ્ત, સૂત્રધાર વાંકાનેરના જ્વેલર્સની શોધખોળ
  • સુરતનો અને લુણસરનો શખ્સ કારમાં રાજકોટ પહોંચ્યા અને પોલીસે પકડી લીધા

રાજકોટમાં 96.50 લાખની રદ થયેલી નોટો વટાવવા આવેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. બંને શખ્સોને નોટ વટાવવા માેકલનાર વાંકાનેરના જ્વેલર્સની પોલીસે શોધ શરૂ કરી હતી.  મવડી પોલીસ હેડ ક્વાટર્સ પાસે સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે ફિયાટ કારમાં બે શખ્સ પ્રતિબંધિત નોટના જથ્થા સાથે આવ્યા હોવાની હકીકત મળતાં ક્રાઇમબ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવી, પીએસઆઇ સાખરા, હિરેનભાઇ સોલંકી, મહેશભાઇ મંડ અને દીપકભાઇ ડાંગર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસે કારને કોર્ડન કરી બંને શખ્સોને કારમાંથી ઉતારી તલાસી લેતા કારમાં રહેલા થેલામાંથી રદ થયેલી 500ના દરની 19224 તથા તથા 2000ના દરની 38 નોટ મળી આવી હતી.  પોલીસે લુણસર ગામના હરજીવન રામજી વસિયાણી (ઉ.વ.52) અને સુરતના ભીખા બાબુ નરોડિયા (ઉ.વ.60)ની ધરપકડ કરી હતી. સૂત્રોઅે જણાવ્યું હતું કે, વાંકાનેરમાં દાગીનાનો વેપાર કરતાં કિરણ સોનીએ ભીખા નરોડિયા મારફત પ્રતિબંધિત નોટો વટાવવાનું નક્કી કર્યું હતું. રાજકોટના કોઇ શખ્સે પ્રતિબંધિત નોટ મગાવતા ભીખા નરોડિયા સુરતથી વાંકાનેર આવ્યો હતો અને કિરણ સોનીએ તેના માણસ હરજીવનને સુરતના શખ્સ સાથે રાજકોટ નોટ સાથે મોકલ્યો હતો. 

પોલીસે 96 લાખની નકલી નોટો ઝડપી
પોલીસે 96 લાખની નકલી નોટો ઝડપી

ડીલ પછી હરજીવનને રૂ.25 હજાર મળવાના હતા
વાંકાનેરના લુણસર ગામના હરજીવન વસિયાણીએ કેફિયત આપી હતી કે, પોતે તથા જ્વેલર્સ કિરણ સોની એક જ ગામના હોવાથી બંનેનો પરિચય છે. હરજીવન વાંકાનેરમાં ખાણમાં મજૂરી કામ કરે છે. સુરતનો ભીખા નરોડિયા વાંકાનેર આવતા કિરણ સોનીએ તેના ગામના હરજીવનને બોલાવ્યો હતો અને રદ થયેલી નોટનો જથ્થો ભીખા સાથે રાજકોટ પહોંચાડવાનું કહ્યું હતું અને તે કામના બદલામાં રૂ.25 હજાર આપવાની લાલચ આપી હતી.

રૂપિયા 15 લાખમાં નોટનો સોદો થયો હતો
પોલીસે બંને શખ્સોની આગવીઢબે પૂછપરછ કરતાં બંને શખ્સોએ કબૂલાત આપી હતી કે, રાજકોટના શખ્સે પ્રતિબંધિત નોટ મગાવી ત્યારે રૂ.15 લાખની ચલણી નોટના બદલામાં રૂ.96.50 લાખની રદ થયેલી નોટ આપવાનું નક્કી થયું હતું. 

અન્ય સમાચારો પણ છે...