તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Police Arrested Two Accused In The Lockup Of P. Nagar Police Station In Rajkot For Making The Video Viral, Challenging The Police With The Dialogue Of The Film.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજકોટમાં લોકઅપમાં વીડિયો વાઇરલ કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી, ફિલ્મના ડાયલોગથી પોલીસને પડકાર ફેંક્યો હતો

રાજકોટએક મહિનો પહેલા
  • વીડિયો બનાવનાર તેમજ અપલોડ કરનાર બન્નેની ધરપકડ

તાજેતરમાં જ રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ મથકના લોકઅપમાં આરોપીએ બનાવેલ વિડીયો વાયરલ થયો હતો. સમગ્ર મામલે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસ હરકતમાં આવી 3 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વિડીયોમાં દ્રશ્યમાન થતા રાહિલ ઉર્ફે રાઈલો રહીમભાઈ સુધાગુણીયા નામના આરોપીનો કબજો ટ્રાન્સફર વોરંટના આધારે મેળવવા તજવીજ હાથ ધરી છે.

ફિલ્મના ડાયલોગથી પોલીસને પડકાર ફેંક્યો
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર થોડા સમય પૂર્વે પ્રદ્યુમનનગર પોલીસ મથક વિસ્તારમાં મિત્ર દ્વારા જ મિત્રની લૂંટનું કાવતરું રચવામાં આવ્યું હતું. જે ગુનામાં આરોપી તરીકે રાહિલનું નામ પણ ખૂલતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે લૂંટના ગુનામાં લોકપમાં રહેલ રાહિલ નો વિડીયો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે છૂપી રીતે ઉતાર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી તે વિડિયો આફતાબ ઉર્ફે નિઝામને મોકલી આપ્યો હતો અને વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં ફિલ્મ શૂટ આઉટ એટ લોખંડવાલા ફિલ્મનો ડાયલોગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે મૂકવામાં આવ્યો હતો. જે ડાયલોગના શબ્દો હતા 'પુલીસ આયેંગા તો બત્તી લગાકે બોલના માયા ભાઈ આયા થા' આમ રાજકોટ શહેરમાં આવારા તત્વોને જાણે ખુલ્લે આમ પોલીસને પડકારી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસે વિડિયો બનાવનાર તેમજ અપલોડ કરનારની ધરપકડ કરી
પ્રદ્યુમન નગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. એલ ચાવડાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર લોકઅપમાં રહેલા આરોપીનો વિડીયો બનાવી વાયરલ કરનાર શખ્સો વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008ની કલમ 72(A), 84(B)(C) તથા જી.પી. એક્ટની કલમ 120 તથા IPCની કલમ 114 મુજબ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં વિડિયો બનાવનાર તેમજ અપલોડ કરનાર આફતાબ ઉર્ફે નિઝામ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપી રાહિલનો કબજો ટ્રાન્સફર વોરંટના આધારે મેળવી આગળ કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો