તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ SOG પોલીસની કાર્યવાહી:9 કિલોથી વધારે પ્રમાણમાં ગાંજો લઇ જતા શખ્સની ધરપકડ કરી, 1.24 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી - Divya Bhaskar
રાજકોટ એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી
  • કોલેજવાડી નજીકથી પોલીસે રૂપિયા 1.24 લાખના મુદ્દામાલ સાથે પકડી લીધો
  • ગાંજાનો મોટો જથ્થો મગાવનાર શખ્સને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી

શહેર પોલીસે અગાઉ અનેકને ગાંજો, ચરસ, સહિતના પદાર્થો સાથે ઝડપી લીધા છે છતાં માદક પદાર્થનું ધૂમ વેચાણ ચાલુ જ છે, શુક્રવારે સાંજે પોલીસે રાજકુમાર કોલેજ નજીકથી રિક્ષાચાલકને રૂ.99 હજારની કિંમતના 9.900 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ રિક્ષા સહિત કુલ રૂ.1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રાજકુમાર કોલેજથી ઉમરભાઇ બાંભણિયા માર્ગ કોલેજવાડી નજીકથી એક રિક્ષા માદક પદાર્થ સાથે પસાર થવાની છે તેવી હકીકત મળતાં એસઓજીના પીઆઇ આર.વાય.રાવલ, હેડ કોન્સ્ટેબલ ભાનુભાઇ મિયાત્રા, કિશનભાઇ આહીર અને રણછોડભાઇ આલ સહિતના સ્ટાફે વોચ ગોઠવી નિયત નંબરની રિક્ષા પસાર થતાં પીછો શરૂ કર્યો, રિક્ષામાં કાળા કલરનો શંકાસ્પદ થેલો દેખાતાં અટકાવી તલાશી લેતા રૂ.99 હજારની કિંમતનો 9 કિલો 900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને રિક્ષા સહિત કુલ રૂ.1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રિક્ષાચાલક ગવલીવાડમાં રહેતા આશિફ ઇબ્રાહીમ થેબેપોત્રા (ઉ.વ.25)ની અટકાયત કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આશિફ થેબેપોત્રા ગુરુવારે એસ.ટી.બસથી સુરત ગયો અને સુરતથી જથ્થો લઇ ખાનગી વાહનમાં રાજકોટ આવ્યો, રાત્રીના ગાંજાનો જથ્થો ઘરે રાખ્યા બાદ શુક્રવારે ગાંજો મગાવનારને આપવા જતો હતો તે પહેલા પોલીસ પહોંચી ગઇ હતી. રાજકોટના ક્યા શખ્સે ગાંજો મગાવ્યો હતો, આશિફ અગાઉ કોઇ ગુનામાં સંડોવાયો હતો કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...