દુષ્કર્મ:ઉપલેટામાં ટ્યુશને જતી 12 વર્ષની બાળકી સાથે પરિચય કેળવી યુવકે દુષ્કર્મ આચર્યું,પોલીસે ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું

ઉપલેટા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપીની ફાઈલ તસવીર
  • પોલીસ તપાસમાં નરાધમે ગુજારેલા ત્રાસનાં કારણે બાળકી અવસ્થ બની ગયાનું સામે આવ્યું

રાજકોટ જિલ્લામાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જ્યાં ટ્યુશને જતી 12 વર્ષની બાળકી સાથે પરિચય કેળવી તેને વાડી વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાયાનો બનાવ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલીક ધોરણે નરાધમ મુકેશ ભરતભાઈ સોલંકી (ઉ.વ 22) શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે

બાળકીને ચોકલેટ આપી પરિચય કેળવ્યો હતો
સમગ્ર ઘટનાની પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી મુકેશ ઉપલેટા વડલી ચોકમાં ચાની હોટલ માં કામ કરે છે નજીકમાં આવેલી શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી 12 વર્ષની બાળકી પર નરાધમની નજર પડી હતી બાળકીને જાળમાં ફસાવવા માટે મુકેશ બાળકીની સ્કૂલ પર જતો હતો બાળકીને ચોકલેટ અને નાસ્તો આપતો હતો ધીમે ધીમે પરિચય કેળવ્યો હતો ભોળયાવેલી બાળકી પાસેથી તેના પરિવારના સભ્યોના મોબાઈલ નંબર મેળવી લીધા હતા અને તેમના સંપર્કમાં રહેતો હતો

પરિવારજનોએ શોધખોળ આરંભી હતી
બાળકી ઘર પાસે સાંજે 4થી 6 ટ્યુશનમાં જતી હતી ત્યાં પણ નરાધમ મુકેશ પહોંચી જતો હતો અને બાળકીને વાતોમાં ભોળવતો હતો ગઈકાલે બાળકી રાબેતા મુજબ ઘરેથી ટ્યુશનમાં ગઈ હતી.પણ બાળકી ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ આરંભી હતી પોલીસને પણ જાણ કરી હતી

પરિવારજનો પાસે બાળકી રડી પડી
તે દરમિયાન બાળકીને રાત્રે 9:00 વાગ્યેની આસપાસ આરોપી મુકેશ બાઈક ઉપર ઘરથી થોડા દૂર મૂકી ગયો હતો અને ચાલ્યો ગયો હતો પરિવારજનોએ વેરવિખેર હાલતમાં ધરે આવેલ બાળકીને કેમ મોડી પડી તે પૂછતા બાળકી રડી પડી હતી અને આપવીતી જણાવી હતી બાળકી પર થયેલા દુષ્કર્મની ધટના જાણી પરિવારજનો પણ હચમચી ઉઠયા હતા અને તુરંત જ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા જ્યાં બાળકીના વકીલ અને પરિવારજનોએ મુકેશ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો

બાળકી અવસ્થ બની ગઈ છે
પ્રાથમિક તબક્કે પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે ભોગ બનનાર બાળકી માનસિક અવસ્થા જેવી છે ખરેખર તેમની સાથે છેલ્લે ત્રણ માસથી આ નરાધમે ગુજારેલા ત્રાસનાં કારણે બાળકી અવસ્થ બની ગઈ છે કે ગભરાટને કારણે આવી પરિસ્થિતિમાં મુકાઇ ગઇ છે જે બાબતે પોલીસ તપાસ કરી રહી છે

રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી
આ બનાવને પગલે ઉપલેટા પોલીસે આરોપી મુકેશની ધરપકડ કરી પોલીસ પરિભાષામાં કાયદાનું ભાન કરાવ્યું હતું. છેલ્લા ત્રણ માસ દરમિયાન બાળકી સાથે અન્ય કોઈ દુષ્કર્મ કે આવું કૃત્ય કર્યું કે અથવા અન્ય કોઈ બાળકીને ફસાવી છે કે નહીં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં સહિતની મુદ્દે આરોપીની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(ઉપલેટા, રોનક ચોટાઈ)