તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:વીંછિયામાં કાળા બજાર થાય તે પહેલા 4 લાખનો સોપારીનો જથ્થો ઝડપાયો, મામલતદારે ગોડાઉન સીલ કર્યું

રાજકોટ10 મહિનો પહેલા
11 કોથળા સોપારીના મળી આવ્યા
 • પોલીસે 4,62,714 રૂપિયાનો સોપોરીનો જથ્થો પકડ્યો

પાન-મસાલાના વેપારીઓએ સોપારી, તમાકુ, બીડી સહિતની વસ્તુઓનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. પરંતુ વેપારીઓ છાનેખૂણે વેચાણ કરી રહ્યા છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર વીંછિયામાં વેપારી સોપારીનું કાળા બજાર કરે તે પહેલા મામલતદારે દરોડો પાડી 4 લાખનો જથ્થો પકડી પાડ્યો છે. સોપારીના 11 કોથળા ભરેલા મળી આવ્યા હતા. મામલદાર સહિતના અધિકારીઓએ સોપારીનો જથ્થો ભરેલા ગોડાઉનને સીલ કર્યું હતું. બે દિવસ પહેલા જ વીંછિયામાંથી મોટા પ્રમાણમાં સોપારીનો જથ્થો પકડાયો હતો.ત્યારે ફરી સોપારીનો જથ્થો પકડાતા મામલદાર સહિતના અધિકારીઓ હોલસેલના વેપારી તેમજ પાનના ગલ્લામાં દરોડા પાડી રહ્યા છે. 

બાતમીના આધારે રેડ કરતા સોપારીનો જથ્થો મળ્યો

વીંછિયામાં બોટાદ રોડ પરથી સોપારી કિંમત 4,62,714નો જથ્થો ઝડપી લીધો છે. ગતરાત્રે વીંછિયાના મામલતદાર ભેસાણીયા અને પીઆઇ એમ.જે. પરમાર દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. સોપારીના વેપારી જગદીશ શામજી પ્રજાપતિના ઘર અને ગોડાઉનમાંથી જથ્થો મળી આવ્યો હતો. આથી વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   

(દિપક રવિયા, જસદણ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો