તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્દાફાશ:શહેરમાં અવર જવર કરવા માટે સ્ટુડિયોમાં બનતા’તા નકલી પાસ, 11ની પોલીસે ધરપકડ કરી

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મિત્ર માટે નકલી પાસ બનાવ્યા બાદ રૂ.300માં વેચવાનો ધંધો શરૂ કર્યો
 • ખરીદનાર પણ ફસાયા શ્રમિક, ઇલેક્ટ્રિશિયન અને એ.સી.રિપેર કરનારાઓએ ખરીદ કર્યા’તા

લોકડાઉનમાં કલેક્ટર તંત્ર દ્વાર અપાયેલા પાસ કરતાં વધુ લોકો અવર જવર કરતા હોવાનું સ્પષ્ટ દેખાતું હતું પરંતુ તેની કડી મળતી નહોતી, દરમિયાન શહેરની સિંધી કોલોનીમાં આવેલા સ્ટુડિયોમાં પોલીસે દરોડો પાડી સ્ટુડિયો સંચાલક સહિત 11 શખ્સને ઝડપી લઇ નકલી પાસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 13થી વધુ પાસ પણ જપ્ત કર્યા હતા. જંક્શન પ્લોટ વિસ્તારની સિંધી કોલોનીમાં આવેલા રાજાવીર સ્ટુડિયોમાં કલેક્ટર તંત્રના નકલી પાસ બનતા હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવી અને પીએસઆઇ ધાંધલિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સ્ટુડિયો સંચાલક અમિત મોટવાણીને ઝડપી લઇ સ્ટુડિયોમાં તપાસ કરતાં ત્યાંથી સંક્રમણ નિયંત્રણ ફરજ લખેલા પાસ મળી આવ્યા હતા, પોલીસે અમિતને ઝડપી લઇ આગવીઢબે પૂછપરછ કરતાં તેણે અન્ય 10 શખ્સના નામ આપતા પોલીસે તે તમામ 10 લોકોને પણ ઝડપી લીધા હતા.  પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્ટુડિયો સંચાલક અમિત મોટવાણીના મિત્ર સુનિલને લોકડાઉન દરમિયાન શહેરમાં જવાની જરૂરિયાત ઊભી થઇ હતી ત્યારે તેણે પાસ માટે અમિતને વાત કરતાં અમિતે સ્ટુડિયોમાં ફોટોશોપની મદદથી નકલી પાસ બનાવ્યો હતો જેના બદલામાં સુનિલ પાસેથી રૂ.250 વસૂલ્યા હતા, સુનિલને નકલી પાસ મળ્યા બાદ તેણે તેના મિત્રો અને પરિચિતોને પણ આ વાત કરતાં અમિત મોટવાણી પાસે નકલી પાસ કઢાવવા માટે લોકોની લાઇન લાગવા માંડી હતી. કલેક્ટર તંત્ર દ્વારા સરકારી કે સેવાકીય સંસ્થાના લોકોને જે પાસ આપવામાં આવતા હતા તે પાસ પર સંક્રમણ નિયંત્રણ ફરજ તેવું લખેલું હતું, તેવા પાસની કોપી કરી અમિત મોટવાણીએ નકલી પાસ કૌભાંડ શરૂ કર્યું હતું અને છેલ્લા એક મહિનામાં સેંકડો પાસ બનાવી લીધા હતા. પોલીસે આરોપીના સ્ટુડિયોમાંથી કમ્પ્યૂટર અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પીએસઆઇ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, અમિત મોટવાણી નકલી પાસ બનાવતો હોવાની જાણ હોવા છતાં લોકો તેની પાસે પાસ ખરીદતા હતા, ઇલેક્ટ્રિશિયન, એ.સી.રિપેર કરનાર તેમજ શ્રમિકોએ પાસ ખરીદ કર્યા હતા, લોકડાઉનમાં ઘરની બહાર નીકળી શકાય તેમજ ઇલેક્ટ્રિશિયન સહિતનાઓ પોતાનો ધંધો ચાલુ રાખી શકે તે ઇરાદે નકલી પાસ ખરીદ કરતા હતા, આ કૌભાંડમાં અન્ય કેટલાક લોકોની સંડોવણી હોવાની પણ શંકા સે‌વાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો