તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ગોંડલના રીબડા પાસે ડુપ્લીકેટ પરમીટથી મહારાષ્ટ્ર જતી 54 શ્રમિકો સાથે બસ પકડાઈ

ગોંડલ10 મહિનો પહેલા
ડુપ્લીકેટ પરમીટ બનાવી 54 શ્રમિકોને ભરી બસ મહારાષ્ટ્ર જવા નીકળી હતી
  • પોલીસ અને વહીવટી તંત્રએ તમામ શ્રમિકોનું ચેકઅપ કરાવી મોટા મહિકા રખાવી મંજૂરી સાથે વતન મોકલવા તજવીજ હાથ ધરી

કોરોનાના કહેર અને લોકડાઉનના કારણે પરપ્રાંતીય મજૂરોની હાલત કફોડી થઇ ગઇ છે. ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા 54 જેટલા શ્રમિકો પાસેથી પોણા લાખથી પણ વધુની રકમનું ભાડુ ઉઘરાવી ડુપ્લીકેટ પરમીટ સાથે મહારાષ્ટ્ર મોકલવાનું કૌભાંડ કરાયું હોય તાલુકા પોલીસે રીબડા પાસે બસ પકડી પાડી બે શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઇ

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન PSI અજયસિંહ જાડેજા દ્વારા પૂર્વ બાતમીના આધારે ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે રીબડા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ડુપ્લીકેટ પરમીટ સાથે મોટા મહીકાથી નીકળેલી GJ11VV3434 નંબરની બસને અટકાવી તપાસ કરતા ડુપ્લીકેટ પરમીટનું કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે આશિષ નાનજીભાઈ વિરડીયા રહે. સુરત તેમજ તેના પિતા નાનજીભાઈ બેચરભાઈ વિરડીયા રહે. મોટા મહિકા વિરુદ્ધ IPC કલમ 465, 468, 471, 269, 188 તેમજ 114 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો