તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગોંડલના ગુંદાળા સહિત 3 જિલ્લામાં બાઈક અને મોબાઈલ ચોરી કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગોંડલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ,જૂનાગઢ અને જામનગરમાંથી ચોરી કરેલ 12 બાઈક અને 5 મોબાઈલને જપ્ત કરાયા

ગોંડલ શહેર અને પંથકમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ફરી રાજકોટ,જૂનાગઢ અને જામનગરમાં બાઈક અને મોબાઈલ ચોરી કરનાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અને તેની પાસેથી 12 બાઈક અને 5 મોબાઈલ સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ચોરી કરેલ 12 બાઈક અને 5 મોબાઈલને જપ્ત કરાયા
આ મુદ્દે સ્થાનિક પોલીસ તેમજ LCB સહિતની બ્રાન્ચ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. જેમાં ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે LCBની ટીમે દરોડો પાડી રાજકોટ, જૂનાગઢ, જામનગર માં બાઈક અને મોબાઈલ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર બે શખ્સોને ઝડપી લઈ રૂપિયા 2,51,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રાજકોટ,જૂનાગઢ અને જામનગરમાં ચોરીને અંજામ આપતા હતા
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા ઘનશ્યામ સવજીભાઈ દુધાત તેમજ રમેશ કાંતિભાઈ ડાંગરીચિયાને LCBના મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ તેમજ રૂપક બોહરા સહિતનાઓએ દરોડા પાડી ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાંથી ચોરી કરાયેલ 12 બાઈક, 5 મોબાઇલ કબ્જે કર્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી

(હિમાંશુ પુરોહિત,ગોંડલ)