પોલીસ કાર્યવાહી:રાજકોટની ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયાની ધરપકડ કરી પોલીસે NDPSના ગુના હેઠળ વડોદરા જેલમાં ધકેલી

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલા ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયાની ધરપકડ કરવામાં આવી હતી. - Divya Bhaskar
મહિલા ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયાની ધરપકડ કરવામાં આવી હતી.
  • ડ્રગ્સ, દારૂ, જુગાર, રાયોટિંગ, મારામારીના ગુનામાં સુધા ધામેલિયા પોલીસ ચોપડે ચડી ચૂકી છે

રાજકોટમાં અનેક વખત પોલીસના હાથે ઝડપાઇ ગયેલી અને ડ્રગ્સ પેડલર તરીકે જેનું નામ કુખ્યાત મહિલામાં આવે છે તે સુધા સુનિલ ધામેલીયાને ફરી એકવાર PTI અને NDPSના ગુના હેઠળ પકડી વડોદરા જેલમાં ધકેલાઈ છે. 6 દિવસ પહેલા સુધા ધામેલિયા રાજકોટના રૈયાધાર વિસ્તારમાં સ્લમ ક્વાર્ટરમાં ઇમરાન ઉર્ફે ગઢવી જાહિદ સમા સાથે મળી દેશી દારૂનું વેચાણ કરતી હોવાથી પોલીસે રેડ કરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી 15 લીટર દેશી દારૂ કબ્જે કરી ફરાર મહિલા આરોપી સુધા ધામેલીયાની શોધખોળ હાથ ધરી હતી.

ચાલુ વર્ષે સુધા વિરૂદ્ધ પોલીસે બીજી વખત કાર્યવાહી કરી
ચાલુ વર્ષે બીજી વખત કુખ્યાત મહિલા ડ્રગ્સ પેડલર સામે પાસાની કાર્યવાહી રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી છે. રાજકોટમાં અગાઉ ડ્રગ્સ, દારૂ, જુગાર, રાયોટિંગ, હુમલો વગેરે ગુનાઓમાં સંડોવાયેલી સુધા હાલમાં જ દેશી દારૂના કેસમાં નામ ખુલતા પકડાઈ હતી. અગાઉ NDPSના બે ગુનામાં પણ તે પકડાઈ હતી. જેના ગુનાહિત ઈતિહાસના આધારે બી.ડિવિઝન પોલીસે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ PTI અને NDPS એક્ટ મુજબ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ મહાનિર્દેશક CID ક્રાઈમ અને રેલવેને મોકલી આપી હતી. જેને મંજૂરી મળતા બી ડિવિઝન પોલીસે સુધાની અટકાયત કરી વડોદરા જેલ હવાલે ધકેલવા તજવીજ હાથ ધરી છે.

અગાઉ સુધા વિરૂદ્ધ પોલીસમાં 6 ગુના નોંધાઇ ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પૂર્વ ક્રિકેટરની માતાએ સુધા ધામેલીયાનું નામ મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે આપ્યું હતું. આ સાથે સુધા ધામેલીયા વિરૂદ્ધ અગાઉ પ્રદ્યુમનનગર પોલીસમાં રાયોટિંગ, યુનિવર્સિટીમાં જુગારનો અને બી-ડિવીઝનમાં NDPSનો કેસ નોંધાયો હતો. જ્યારે ઇમરાન ઉર્ફે ગઢવી વિરૂદ્ધ એ-ડિવીઝન, રેલવે, ડીસીબીમાં દારૂના અને બી-ડિવીઝનમાં અપહરણ-હત્યાનો કેસ મળી કુલ છ ગુના નોંધાઇ ચૂક્યા છે.