તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવા આવેલા NCP નેતા રેશ્મા પટેલના વાળ પકડી પોલીસે ગાડીમાં બેસાડી અટકાયત કરી, કહ્યું - આવી દાદાગીરી ન ચાલે

રાજકોટ5 મહિનો પહેલા
  • રેશ્મા પટેલે સિવિલ હોસ્પિટલમાં ફાયર અંગે રિયાલિટી ચેક કરવાની જીદ પકડી હતી

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવા માટે આજે NCP નેતા રેશ્મા પટેલ સહિતના કાર્યકરો પહોંચ્યા હતા. ત્યારે રાજકોટ પોલીસે રેશ્મા પટેલ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારે રેશ્મા પટેલે કહ્યું કે અમારી રજુઆત સાંભળવી પડે આવી દાદાગીરી ન ચાલે. ત્યારે પોલીસે રેશ્મા પટેલના વાળ પકડી ધક્કો મારી ગાડીમાં બેસાડ્યા હતા.

પોલીસે રેશ્મા પટેલના વાળ પકડી ધક્કો મારી ગાડીમાં બેસાડ્યા
પોલીસે રેશ્મા પટેલના વાળ પકડી ધક્કો મારી ગાડીમાં બેસાડ્યા

આવી ગુંડાગીરી ન ચલાવી લેવામાં આવે- રેશ્મા પટેલ
રેશ્મા પટેલે સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવાની જીદ પકડી હતી. જેથી પોલીસે રેશ્મા પટેલને પકડી અને જીપમાં ધક્કો મારીને બેસાડી દીધી હતી. રેશ્મા પટલે કહ્યું કે અમે રજુઆત કરવા માટે આવ્યાં છીએ. અમારી રજુઆત સાંભળવી પડે. આવી ગુંડાગીરી કે દાદાગીરી ચલાવી લેવામાં ન આવે.

આ પણ વાંચો- NCP નેતા રેશમા પટેલ હોસ્પિટલ પહોંચતાં પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી અટકાયત કરી હતી

અગાઉ રેશ્મા પટેલ સિવિલમાં પ્રવેશે તે પહેલા પોલીસે ચોટલો પકડી વેનમાં બેસાડી દીધા હતા
થોડા સમય પહેલા રેશ્મા પટેલ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓના સ્વજનોને મળવા પહોંચી હતી, જે દરમિયાન તે હોસ્પિટલમાં પ્રવેશ કરે એ પહેલાં જ પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી તેની અટકાયત કરી હતી. ત્યારે રેશ્મા પટેલે કહ્યું હતું કે અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી ચાલી રહી છે. રેશ્મા પટેલની અટકાયત કરતાં તેણે હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આ તાનાશાહી ચાલી રહી છે, જે અમે નહીં ચલાવીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો