તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલો, પો.સ્ટેશન નહીં:રાજકોટમાં વેક્સિનેશન વધારવા પોલીસ મેદાને, સુપરસ્પ્રેડરોને શોધી રસી મુકાવવા અપીલ, પોલીસવાનમાં જ રસીકરણ કેન્દ્રો પર લઇ જાય છે

રાજકોટ3 મહિનો પહેલા
રસીકરણ કેન્દ્ર પર જવા માટે પોલીસવાનની સુવિધા પણ ઉપલબ્ધ 
  • શહેરમાં દૈનિક 20 હજાર લોકોને રસી આપવાનો મનપાનો લક્ષ્યાંક, પોલીસ મદદરૂપ બની

કોરોનાની સંભવિત ત્રીજી ઘાતક લહેર પૂર્વે તંત્ર સાવચેત થઇ ગયું છે અને વધુને વધુ લોકોને વેક્સિન આપી સુરક્ષિત કરવા આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં દૈનિક 20 હજાર લોકોને રસી આપવાના મનપાના લક્ષ્યાંક સામે હાલ 7થી 8 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ગઇકાલે રાજકોટ શહેરમાં 6226 લોકોને રસી આપવામાં આવી હતી. આથી મનપાને મદદરૂપ થવા માટે હવે પોલીસ મેદાને ઉતરી છે. પોલીસ ચાલો કહે તો લોકો કહે ક્યાં? જેના જવાબમાં પોલીસ કહે કે પોલીસ સ્ટેશન નહીં રસીકરણ કેન્દ્ર પર. સુપરસ્પ્રેડરોને શોધી પોલીસવાનમાં બેસાડી રસીકરણ કેન્દ્રો સુધી લઇ જવામાં આવી રહ્યા છે.

રસીકરણ કેન્દ્ર પર જવા માટે પોલીસવાનની સુવિધા પણ ઉપલબ્ધ
રાજકોટ શહેર પોલીસ પણ હવે મેદાને આવી છે અને શહેરને કોરોનાના ત્રીજા મોજાથી બચાવવા વેક્સિનેશન વધારવા પ્રયત્ન કરી રહી છે. જેમાં પોલીસ દ્વારા રિક્ષાચાલકો, શાકભાજી વગેરે વેચતા ફેરિયાઓ, લારી ગલ્લાવાળા, ફૂડ પાર્સલ તથા કુરિયરના ડિલિવરી બોય વગેરેને પોલીસ શહેરભરમાં શોધી શોધીને તેમને રસી મુકાવવા રસીકરણ કેન્દ્રો તરફ દોરી જાય છે. આ કામગીરી પોલીસ સ્ટાઈલથી નહીં પણ સુપરસ્પ્રેડરોને વેક્સિન લેવા અંગે સમજાવીને આ પ્રક્રિયા કરાઈ રહી છે. એટલું જ નહીં કેટલાક લોકોને રસીકરણ કેન્દ્ર પર જવા માટે પોલીસવાનની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે અને તેમના રજીસ્ટ્રેશન કરવામાં પણ મદદ કરાય છે.

રસીકરણ કેમ્પનુ આયોજન
રસીકરણ કેમ્પનુ આયોજન

મનપાના અધિકારીઓએ રસીકરણ વધે તે માટે પ્રયાસો હાથ ધર્યા
ઉલ્લેખનિય છે કે પોલીસ દ્વારા કરવામાં આવતી આ કામગીરીનું મુખ્ય કારણ એ છે કે આ તમામ એવા લોકો છે જેમના સંપર્કમાં અનેક લોકો આવતા હોય છે અને સંક્રમિત થવાની ભીંતી સેવાઇ રહી છે. બીજી તરફ મનપાના અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ કામે લાગી વિવિધ વિસ્તારમાં રસીકરણ વધે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. અને અલગ અલગ કેમ્પનુ આયોજન પણ કરી રહ્યા છે.

વિવિધ વિસ્તારમાં રસીકરણ વધે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે
વિવિધ વિસ્તારમાં રસીકરણ વધે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે

વેક્સિન સંરક્ષણાત્મક દિવાલ તરીકે કામ કરે છે
રાજકોટ શહેરમાં હાલ કોરોના કંટ્રોલમાં આવ્યો છે. અને છેલ્લા 4 દિવસથી માત્ર 20 થી 25 કોરોના કેસો નોંધાઇ રહ્યા છે. રાજકોટમાં 98% દર્દીઓ કોરોનાથી ડિસ્ચાર્જ થયા છે પરંતુ, તેનો અર્થ એ નથી કે કોરોના ફરી માથુ ઉંચકે નહીં. ગઇકાલે એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું ન હતું પરંતુ આજે કોરોનાની અસરથી વધુ બેના મૃત્યુ થયા છે. તબીબી સૂત્રો જણાવે છે કે કોરોનાનું ત્રીજુ મોજુ ફરી આવે અને ફરી કેસો વધે તેવું જોખમ નકારી શકાતું નથી અને તેની સામે વેક્સિન સંરક્ષણાત્મક દિવાલ તરીકે કામ કરે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...