તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રન્ટલાઇન વોરિયર્સનું વેક્સિનેશન:રાજકોટમાં CP, મનપા કમિશનર, કલેક્ટર સહિત સરકારી અધિકારીઓએ વેક્સિન લીધી, પોલીસ કમિશનરે કહ્યું- આજે અમારા માટે સોનેરી દિવસ

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રસી લીધી. - Divya Bhaskar
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રસી લીધી.
  • રાજકોટ જિલ્લામાં 57 બુથ પર વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે
  • આજના દિવસે 1 હજાર પોલીસ કર્મચારીઓ વેક્સિન લઇ લોકોને રસી લેવા અનુરોધ કરી રહ્યાં છે

રાજકોટ જિલ્લામાં આજે બીજા તબક્કાના કોરોના વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. આજે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ વેક્સિન લીધી છે. આજે 1 હજાર પોલીસ કર્મચારીને વેક્સિન આપવામાં આવશે. તેમજ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ અને કલેક્ટર રેમ્યા મોહને પણ રસી લઇ લોકોએ ગભરાવાની જરૂર નથી, રસી સુરક્ષિત છે તેવું જણાવી દરેકે રસી લેવી જોઇએ તેવો અનુરોધ કર્યો છે. તેમજ આજે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પણ વેક્સિન લેશે. પોલીસ કમિશનરે રસી લીધા બાદ જણાવ્યું હતું કે, આજે અમારા માટે સોનેરી દિવસ છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને વેક્સિન લીધી.
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને વેક્સિન લીધી.

કોરોનાની વેક્સિન સો ટકા સલામત અને અસરકારકઃ કલેક્ટર
રાજકોટ શહેર અને જિલ્લામાં કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયા, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, નિવાસી અધિક કલેકટર પરીમલ પંડયા સહિત વહિવટી તંત્ર, પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગના અધિકારીઓ અને સ્ટાફના લોકોએ રસીકરણ ઝુંબેશમાં ભાગ લીધો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઇને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કોરોના વેક્સિનેશન કરાવ્યા બાદ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિન સો ટકા સલામત અને અસરકારક છે.

કોરાના મહામારીમાંથી બચવા માટે કોરોના વેક્સિન એ એક માત્ર બચાવનો વિકલ્પ હોય લોકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવાતા કોરોના વેક્સિન અચૂક લેવી જોઇએ. આગામી તબક્કામાં 50 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ વેક્સિન લીધી.
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ વેક્સિન લીધી.

બે દિવસમાં તમામ પોલીસ કર્મચારીઓ રસી લઇ લેશે- CP
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સૌથી વધુ મહેનત કરી હોય તો પોલીસે કરી છે. આ મહામારીમાં રાજકોટ શહેરમાં 270 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. આજે પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવતી હોવાથી અમારા માટે સોનેરી દિવસ છે. કોન્સ્ટેબલથી લઇને અધિકારીઓ સુધી તમામ કોરોના વેક્સિન લઇ રહ્યાં છે. બે દિવસમાં તમામ પોલીસ કર્મચારીઓ કોરોના વેક્સિન લઇ લેશે.

મનપા કમિશનર ઉદિત અગ્રવાલે રસી લીધી.
મનપા કમિશનર ઉદિત અગ્રવાલે રસી લીધી.

મનપા કમિશનરે સેન્ટ્રલ ઝોનની કચેરીએ વેક્સિન લીધી
કોરોના મહામારીમાં સૌથી વધારે મહત્વની ભૂમિકા પોલીસે ભજવી છે. આથી બે દિવસમાં શહેરના તમામ પોલીસ કર્મચારીઓને વેક્સિન આપી દેવામાં આવશે. તેમજ સરકારી અધિકારીઓને પણ રસી આપી દેવામાં આવશે. મનપા કમિશનર ઉદિત અગ્રવાલે આજે 9 વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરીએ વેક્સિન લીધી હતી. ગઇકાલે શનિવારે શહેરની 27 જગ્યાએ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 1086 આરોગ્ય કર્મચારીએ વેક્સિન લીધી હતી. આજે પોલીયો દિવસ હોવાથી મનપા કમિશનરે એક બાળકને પોલીયોના ટીપા પીવડાવી કેમ્પનો પ્રારંભ કર્યો હતો.

આજે 1 હજાર પોલીસ કર્મચારી વેક્સિન લેશે.
આજે 1 હજાર પોલીસ કર્મચારી વેક્સિન લેશે.

રાજકોટમાં 27 સ્થળ પર વેક્સિનેશનની કામગીરી
આજે પણ શહેરમાં 27 સ્થળોએ વેક્સિનેશન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સિવિલ હોસ્પિટલ બુથ1, સિવિલ હોસ્પિટલ બુથ– 2, સિવિલ હોસ્પિટલ બુથ 3, સિવિલ હોસ્પિટલ બુથ 4, સિવિલ હોસ્પિટલ બુથ 5, જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર, ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, રામનાથપરા આરોગ્ય કેન્દ્ર સાઈટ 1 રામનાથપરા આરોગ્ય કેન્દ્ર સાઈટ 2, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર સાઈટ 1, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર સાઈટ 2, મવડી આરોગ્ય કેન્દ્ર, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર સાઈટ 1, જલારામ હોસ્પિટલ, સદર આરોગ્ય કેન્દ્ર સાઈટ 1, સદર આરોગ્ય કેન્દ્ર સાઈટ 2, રાજકોટ હોમિયોપેથિક, કોમ્યુનિટી મોરબી રોડ, ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, સ્ટર્લિંગ હોસ્પિટલ સાઈટ 1, સ્ટર્લિંગ હોસ્પિટલ સાઈટ 2, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર સાઈટ1, નાનામવા આરોગ્ય કેન્દ્ર સાઈટ 2, એ.એન.એમ. વોકહાર્ડ હોસ્પિટલ સાઈટ 1 અને વોકહાર્ડ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

રાજકોટ મનપા કમિશનરે બાળકને બે ટીપા પીવડાવી પોલીયો દિવસનો પ્રારંભ કરાવ્યો.
રાજકોટ મનપા કમિશનરે બાળકને બે ટીપા પીવડાવી પોલીયો દિવસનો પ્રારંભ કરાવ્યો.

ગોંડલ-જેતપુરના ડેપ્યુટી કલેક્ટરે વેક્સિન લીધી
​​​​​​​
ગોંડલ-જેતપુરના ડેપ્યુટી કલેક્ટર રાજેશકુમાર આલે કોરોના વેક્સિન લીધી છે. ગોંડલ ડિવીઝન ડીવાયએસપી પી.એ. ઝાલા, ગોંડલ શહેર પોલીસ પીએસઆઇ એસ.એમ.જાડેજા, ગોંડલ શહેર મામલતદાર કે.વી. નકુમ, ગોંડલ તાલુકા મામલતદાર બી.એ. કાલરીયા સહિત જિલ્લામાં પણ પોલીસ અધિકારીઓ અને સરકારી અધિકારીઓએ આજે વેક્સિન લીધી છે. બે દિવસમાં જિલ્લામાં પણ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી આપી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો