તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ્કના દંડની કમઠાણ:રાજકોટના આમ્રપાલી બ્રીજ પાસે દંડ વસૂલતી પોલીસ અને દંપતીનું ઘર્ષણ, રોડ પર બેસી વિરોધ

રાજકોટ9 દિવસ પહેલા
પોલીસ સામે દંપતીએ માસ્કનો વિરોધ કર્યો હતો
  • લોકોને કામકાજથી નીકળવાનો ટાઈમ થાય ત્યારે જ પોલીસ દંડ વસુલતી હોવાનો આક્ષેપ
  • રસ્તા પર બેઠેલા દંપતીનો વીડિયો ઉતારતા રાહદારીને પોલીસે માર્યોનો આક્ષેપ

રાજકોટના રૈયા રોડ પર આમ્રપાલી બ્રીજ નજીક માસ્કના દંડ વસૂલવા બાબતે પોલીસ અને દંપતી વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયા છે. જેમાં માસ્કના દંડની વસુલાત મામલે દંપતીને મહિલા પોલીસ સાથે ઘર્ષણ થતા દંપતી રસ્તા પર બેસી પોલીસનો વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ પ્રજાને પરેશાન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

દંપતીનો માસ્ક પહેર્યું હતું છતાં રોકવામાં આવ્યા હોવાનો આક્ષેપ
વાઇરલ વીડિયોમાં દંપતી દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવે છે અને બોલે છે કે, પોલીસ પ્રજાને ખોટી રીતે કનડગત કરે છે. જે બાદ ઘર્ષણ થતા દંપતી રસ્તા પર બેસી ગયું હતું અનેરસ્તા વચ્ચે બેસી અને બૂમો પાડવા લાગ્યા કે માસ્ક પહેર્યુ છે, છતાં પણ રોકવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટનામાં દંપતી રસ્તા વચ્ચે બેસી જતા એક યુવાન વીડિયો ઉતારતો હતો પરંતુ પોલીસ દોડી આવી અને યુવાનને માર્યો હતો. જે યુવાને પણ તેવો આક્ષેપ કર્યો કે મને ઝાપટ મારી અને યુવાન પણ રડવા લાગ્યો હતો.

એક યુવાન પણ વાઈરલ વીડિયોમાં રડતો દેખાયો હતો
એક યુવાન પણ વાઈરલ વીડિયોમાં રડતો દેખાયો હતો

આજ સવારની ઘટના
ઉલ્લેખનીય છે કે, આ વાઇરલ વીડિયો આજે (મંગળવાર) સવારના સમયનો હોવાનું સામે આવ્યું છે. જેમાં લોકોના ટોળા એકઠા થયા તેમાં પણ પોલીસ ખોટી રીતે હેરાન કરતા હોવાનો ગણગણાટ શરૂ થયો હતો. જો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે કોઇ તપાસ કરવામાં આવી નથી અને તપાસ કરીશુંનું રટણ રટવામાં આવી રહ્યું છે. પ્રજા સાથે ઘર્ષણના આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ કોઇ ચોક્કસ કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસ અને દંપતી વચ્ચે ઘર્ષણ થયું હતું
પોલીસ અને દંપતી વચ્ચે ઘર્ષણ થયું હતું

માસ્કનો દંડ વસૂલવા બાઇક ઊભું રખાવ્યું, ચાલકે ભગાવતા લોકરક્ષક ઘવાયો
કોરોનાની મહામારીને કારણે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત હોવા છતાં કેટલાક લોકો માસ્ક ન પહેરી જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ સાથે પોલીસને ઘર્ષણ પણ થતા હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. મંગળવારે સવારે રૈયા રોડ પર બપોરના સમયે બન્યો હતો. જેમાં સર્વિસ રોડ પરથી ચાલક માસ્ક વગર ટુ વ્હિલર પર નીકળ્યો હતો. જેથી ફરજ પર રહેલા લોકરક્ષક અર્જુનભાઇ ડવે અટકાવ્યો. આ સમયે ચાલકે ઊભું રહેવાને બદલે વાહન ભગાવતા લોકરક્ષકે વાહનનું કેરિયર પકડી રાખ્યું હોવાથી તે વાહન પાછળ ઢસડાયા હતા. જેથી લોકરક્ષકને પગમાં ઇજા થઇ હતી. બનાવને પગલે અન્ય પોલીસ કર્મચારીઓ દોડી આવતા ટુ વ્હિલર ચાલક વધુ ઉશ્કેરાયો હતો અને ગાળો ભાંડી ફરજમાં રુકાવટ કરી હતી. બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતા તુરંત પોલીસ કાફલો રૈયા રોડ દોડી આવ્યો હતો અને ટુ વ્હિલર ચાલકને પોલીસમથક લઇ જવાયો હતો. જ્યાં પૂછપરછ કરતા તે નેહરુનગરમાં રહેતો અને લેબોરેટરીમાં નોકરી કરતો રમીઝ કાદરી હોવાનું જણાવ્યું હતું. એએસઆઇહુંબલે ફરજમાં રુકાવટનો ગુનો નોંધી ચાલક રમીઝ કાદરી સામે કાર્યવાહી કરી હતી.