આપઘાત:પતિ સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી પત્નીએ આપઘાત કરી લીધો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રતનપરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી : ઓળખ મેળવવા તજવીજ

ધ્રોલના ખાખરા ગામે દિનુ મહારાજની વાડીમાં પતિ સાથે રહી ખેતમજૂરી કરતી મધ્યપ્રદેશની વતની મમતા દિનેશભાઇ ખરાડી (ઉ.વ.35)એ બે દિવસ પૂર્વે ઝેરી ચોક ખાઇ લેતા તેને પડધરી બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેનું સોમવારે રાત્રે સારવારમાં મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, મમતાના લગ્ન પંદર વર્ષ પૂર્વે થયા હતા અને તેને સંતાનમાં ત્રણ પુત્ર છે, પતિ દિનેશ સાથે માથાકૂટ થતાં તે બાબતનું માઠું લાગી આવતા મહિલાએ પગલું ભરી લીધું હતું.

જ્યારે અન્ય એક બનાવમાં રાજકોટ મોરબી હાઇવે પર રતનપર ગામે રામજી મંદિરના ગેટ નજીકથી અંદાજે 40 વર્ષની વયના અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પાંડાવદરા સહિતની ટીમ દોડી ગઇ હતી અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક યુવક માનસિક અસ્થિર હતો અને રખડતું ભટકતું જીવન જીવતો હતો, બીમારીને કારણે તેનું મૃત્યુ થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...