આપઘાત:ખાગેશ્રીમાં 3 બહેનના એકના એક ભાઇનો ઝેર પી આપઘાત

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ બાઇકે હૃદયરોગના હુમલાથી યુવાનનું મોત

કુતિયાણાના ખાગેશ્રીમાં યુવકે ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો. ખાગેશ્રી ગામમાં રહેતા ચેતન મનસુખભાઇ લશ્કરી (ઉ.વ.30)એ રવિવારે બપોરે ગામમાં આવેલા પાણીના ટાંકા પાસે ઝેરી દવા પી લેતા તેને ઉપલેટા બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. ચેતન ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ચેતન ગામમાં પંચાયતના ટાંકામાંથી પાણી વિતરણનું કામ અને મજૂરી કરતો હતો. પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

અન્ય બનાવમાં ભાવનગર રોડ, વિઠ્ઠલવાવ પાસે ગઇકાલે ચાલુ બાઇક પરથી પડી જતા કોઠારિયા રોડ, રાધેશ્યામ સોસાયટીમાં રહેતા ભરતભાઇ લાલજીભાઇ સોજીત્રા નામના યુવાનને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ભરતભાઇનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. પોલીસ તપાસમાં મૃતક યુવાન મૂળ ડેરોઇ ગામના હતા અને કોઠારિયા ચોકડી પાસે પાનની દુકાન ચલાવતા હતા. બનાવથી બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...