શાહી ડીનર:રાજકોટમાં મોરેશિયસના PMનું ગ્રાન્ડ રિજન્સી હોટલના મહારાજા સ્યુટ રૂમમાં રોકાણ, સાંજે પનીર, લેબનીસ સાથે ઉંધીયાનો સ્વાદ માણશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
PM જુગનાથ રાજકોટની જાણીતી હોટેલ ગ્રાન્ડ રિજન્સીમાં રોકશે - Divya Bhaskar
PM જુગનાથ રાજકોટની જાણીતી હોટેલ ગ્રાન્ડ રિજન્સીમાં રોકશે
  • આજે એરપોર્ટમાં મોરેશિયસના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું

આજે રાજકોટમાં ભારતીય મૂળના મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ તેમના પત્ની સાથે આવી પહોંચ્યા છે. આજે એરપોર્ટમાં મોરેશિયસના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું બાદમાં એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધીનો રોડ-શો યોજાયો હતો. હાલ તેઓ ગ્રાન્ડ રિજન્સી લગુન હોટલ ખાતે જવા રવાના થયા છે. જ્યાં તેઓનું રાત્રિ રોકાણ ઉપરાંત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ તેમના પત્ની સાથે આવી પહોંચ્યા
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ તેમના પત્ની સાથે આવી પહોંચ્યા
સ્પેશયલ સ્યૂટ રૂમમાં PM પ્રવિંદ જુગનાથ રહેશે
સ્પેશયલ સ્યૂટ રૂમમાં PM પ્રવિંદ જુગનાથ રહેશે
ગોલ્ડન પ્લેટમાં સાંજે પનીર, લેબનીસ સાથે ઉંધીયાનો સ્વાદ માણશે
ગોલ્ડન પ્લેટમાં સાંજે પનીર, લેબનીસ સાથે ઉંધીયાનો સ્વાદ માણશે

સાંજે આ ભોજન લેશે
રાજકોટમાં આજે સાંજે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ કાલાવડ રોડ - ન્યારી ડેમ રોડ પર આવેલ રાજકોટની જાણીતી હોટેલ ગ્રાન્ડ રિજન્સીમાં રોકશે. જ્યાં તેઓ સ્ટાર્ટરથી લઈને આઈસ્ક્રીમ સુધી 8 કોર્સ ડિનર માણશે. જેમાં પનીર, લેબનીસ ફૂડ સાથે ઉંધીયું પણ માણશે. ઉલ્લેખનીય છે કે અંદાજે 1000 સ્ક્વેર ફૂટનો લેક ઉપર આવેલ સ્પેશયલ સ્યૂટ રૂમમાં PM પ્રવિંદ જુગનાથ રહેશે.

અંદાજે 1000 સ્ક્વેર ફૂટનો લેક ઉપર આવેલ સ્પેશયલ સ્યૂટ રૂમ PM જુગનાથ માટે બુક કરાયો
અંદાજે 1000 સ્ક્વેર ફૂટનો લેક ઉપર આવેલ સ્પેશયલ સ્યૂટ રૂમ PM જુગનાથ માટે બુક કરાયો
ભોજનમાં આ મેનુ લેશે
ભોજનમાં આ મેનુ લેશે

કોણ છે પ્રવિંદ જુગનાથ
મોરેશિયસ આશરે 2 હજાર ચો.કિ.મી.માં આવેલ દેશ છે અને 61 વર્ષની વયના પ્રવિંદ જુગનાથ ત્યાં જ જન્મેલા છે અને 2003થી તેઓ મિલિટન્ટ સોશ્યાલિસ્ટ પાર્ટીના લીડર છે અને જાન્યુઆરી-2017થી મોરેશિયસના વડાપ્રધાન છે.

અન્ય સમાચારો પણ છે...