તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં રૂ.118 કરોડના ખર્ચે લાઈટ હાઉસ પ્રોજેક્ટ નિર્માણ પામશે. આ આવાસ યોજનાનું ઇ-ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરે વડાપ્રધાન રાજકોટ એઇમ્સ હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત કરશે. દેશનાં છ શહેરમાં જ આ પ્રોજેક્ટ નિર્માણ પામશે.
લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં ગુજરાતમાં એકમાત્ર રાજકોટની પસંદગી
કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવ્યો છે તેમજ ભારતમા અનુકૂળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી છે. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેર રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગરતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નઈ (તામિલનાડુ)ની પસંદગી કરવામાં આવી છે.
6 જુદી-જુદી ટેક્નોલોજીના આધારે આવાસો બનાવવામાં આવશે
ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરમાં 6 જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડરપ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર કામગીરી મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સના વડપણ હેઠળ BMTPC (બિલ્ડિંગ મટીરિયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવશે, જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવશે.
118 કરોડના ખર્ચે EWS-II પ્રકારનાં 1144 આવાસ બનાવાશે
રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલિથિક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેક્નોલોજીના આધારે કરવામાં આવશે, જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.5 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.1.5 લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.4.00 લાખની વિશેષ ટેક્નોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવશે. સ્માર્ટ સિટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂ. 118 કરોડના ખર્ચે EWS-II (40.00 ચો.મી.) પ્રકારનાં 1144 આવાસ (G+13)નું નિર્માણ કરવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.