તૈયારીને આખરી ઓપ:રાજકોટમાં PM મોદીના રોડ શોનો જડબેસલાક બંદોબસ્ત, ઢગલાબંધ ગાડીઓ સાથે રિહર્સલ, જાણો ક્યાં સ્થળો છે પ્રતિબંધિત

રાજકોટ2 મહિનો પહેલા
પ્રધાનમંત્રીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટની મુલાકાતે આવવાના છે ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સાથે મળી તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજકોટ એરપોર્ટ થી રેસકોર્સ મેદાન સુધી ભવ્ય રોડ શો યોજાવવાનો છે અને આ સાથે તેઓ શહેરના શાસ્ત્રી મેદાન ખાતે અર્બન કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરવાના છે જેને લઇ આજે પોલીસ દ્વારા પ્રધાનમંત્રીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું.

ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
પ્રધાનમંત્રીના આગમનને લઇ રાજકોટમાં જડબેસલાક લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે આજે રાજકોટમાં સવારે એરપોર્ટથી રેસકોર્સ અને રેસકોર્સથી શાસ્ત્રી મેદાન સુધીના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી સાંજના સમયે રાજકોટ એરપોર્ટ પર આગમન થવાનું છે અને ત્યાંથી રેસકોર્સ સુધીના રૂટ પર રાજકોટવાસીઓ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવાના છે અને તે સ્વાગત જીલવા માટે પ્રધાનમંત્રી ભવ્ય રોડ શો પણ કરવાના છે જે માટે સુરક્ષા ધ્યાને રાખી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે કોઈ ચૂક ન રહે તે માટે સાંજે 6 વાગ્યાથી મેગા રિહર્સલ કરવામાં આવી હતી.

વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સ્થળ ચકાસણી
વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સ્થળ ચકાસણી

આ સ્થળો પર પ્રવેશ બંધ
આ અંગે પોલીસ કમિશનરે મીડિયાને જણાવ્યું હતું કે, જાહેરનામાં અનુસાર આજે અને આવતીકાલ એમ બે દિવસ માટે બપોરે 4 થી રાત્રે 8 વાગ્યા સુધી એરપોર્ટથી એરપોર્ટ ફાટક, જૂની એનસીસી, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલથી બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોકથી, યાજ્ઞિક રોડ, હરિભાઈ હોલ, રાડિયા બંગલા ચોકથી માલિવયા ચોક અને માલવિયા ચોકથી શાસ્ત્રી મેદાન સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ અને નો-પાર્કિંગ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

3 હજારથી વધારે પોલીસકર્મીઓ તૈનાત
પ્રધાનમંત્રીની સુરક્ષામાં કુલ 3 હજારથી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાવવાના છે જેમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં 8 DCP ,16 DYSP, 51 PI, 156 PSI, 1320 પોલીસ જવાન, 177 મહિલા પોલીસ, 284 SRP જવાન, 505 હોમગાર્ડ અને 658 ટ્રાફિક વોર્ડન તૈનાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...