ભાસ્કર એનાલિસિસ:ચૂંટણી પહેલાં PM મોદીનું ફોકસ ગુજરાતના યુવાનો પર; 21 વર્ષ પહેલાંની વાત યાદ કરાવી કહ્યું, ‘આ બધું નવી પેઢીને કહેજો’

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
PM નરેન્દ્ર મોદીએ આટકોટમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું - ફાઇલ તસવીર - Divya Bhaskar
PM નરેન્દ્ર મોદીએ આટકોટમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું - ફાઇલ તસવીર
  • 33 મિનિટના સંબોધનમાં કેન્દ્રની 21 યોજના આવરી લીધી

રાજકોટ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટકોટમાં હોસ્પિટલના લોકાર્પણ માટે સંબોધન ચાલુ કર્યું તે જાણે ચૂંટણી માટેની જાહેરસભા માટે હોય તેવું બની ગયું હતું કારણ કે, વડાપ્રધાને અલગ અલગ આંકડાઓ અને સરકારી સિદ્ધિઓ ગણાવી હતી અને 33 મિનિટમાં અલગ અલગ 21 યોજના અને કાર્યક્રમ બોલ્યા હતા અને ઈતિહાસ પણ યાદ કરાવી નવી પેઢીનું ધ્યાન દોરવા કહ્યું હતું આ નિવેદન સૂચક રહ્યું હતું.

મોદીએ 2001 પહેલા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજ હતી એવું બોલ્યા બાદ અટક્યા અને કહ્યું, ‘યાદ છે ને એ બધું કે ભૂલી ગયા! નવી પેઢીને આ બધું કહેજો તમે’ નવી પેઢીને 2001નો સમય યાદ દેવડાવી હાલ કેવી સ્થિતિ છે તેનો ફરક જણાવવાનો ઈશારો કર્યો અને આ રીતે નવા પક્ષો તરફ નવી પેઢીનો ઝુકાવ ઘટાડવાનો પણ સંકેત આપ્યો.

મોદીએ યોજનાઓના લાભ ગણાવતું ગણિત પાકું કરાવ્યું

  • 3 કરોડ પરિવારને પાકા ઘર
  • 10 કરોડ પરિવાર ખુલ્લામાં શૌચથી મુક્ત
  • 9 કરોડ ઘરને ધુમાડામાંથી મુક્તિ
  • 2.5 કરોડ પરિવારને વીજ કનેક્શન
  • 6 કરોડ પરિવારને નળથી જળ
  • 50 કરોડથી વધુને મફત સારવાર