તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રિમ પ્રોજેક્ટનું નિરીક્ષણ રદ:રાજકોટમાં PM મોદી આવતીકાલે લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ નહિ કરે, 3 જુલાઈએ કરે તેવી શક્યતા

રાજકોટ3 મહિનો પહેલા
1144 આવાસ બનાવવામાં આવશે.
  • મનપાને PMOમાંથી ઇ-મેઈલ મારફતે કરી જાણ કરાઈ

રાજકોટમાં ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ બાદ લાઇટ હાઉસ પ્રોજેકટનું પણ ખાત મુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂપિયા 118 કરોડના ખર્ચે નિર્માણ પામનાર લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું PM મોદી આવતીકાલે ડ્રોન કેમેરા મદદથી નિરીક્ષણ કરવાના હતા. પરંતુ મનપાને PMOમાંથી ઇ-મેઈલ મારફતે કરી જાણ કરાઈ છે કે તેઓ આવતીકાલે નિરીક્ષણ નહીં કરે, હાલ એવી શક્યતા સેવાય રહી છે કે, તેઓ 3 જુલાઈના રોજ નિરીક્ષણ કરશે.

54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી
PM નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થી આવાસ મેળવી શકે છે. વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી એકસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમા અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવેલ હતી.

પ્રોજેક્ટનું માળખું જાહેર કરવામાં આવ્યું.
પ્રોજેક્ટનું માળખું જાહેર કરવામાં આવ્યું.

એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરાઈ
અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવેલ છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરોમાં 6 જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણુક કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરી મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સના વડપણ હેઠળ BMTPC (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવનાર છે.

આવો હશે લાઇટ હાઉસ પ્રોજેક્ટ.
આવો હશે લાઇટ હાઉસ પ્રોજેક્ટ.

1144 આવાસનું નિર્માણ કરવામા આવી રહ્યું છે
રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 1.50 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 1.50 લાખની સહાય આપવામાં આવનાર છે.આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 4 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવનાર છે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂપિયા 118 કરોડના ખર્ચે 1144 આવાસનું નિર્માણ કરવામા આવી રહ્યું છે.