તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ચ્યુઅલ નિદર્શન:રાજકોટના લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિદર્શન કરતા PM

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષમાં 13 માળના ટાવર ઊભા થઈ જશે

રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે જે દેશના છ શહેરમાં ચાલી રહ્યો છે. આ તમામ પ્રોજેક્ટની વડાપ્રધાને રિવ્યૂ બેઠક બોલાવી હતી જેમાં રાજકોટના પ્રોજેક્ટનું બે ડ્રોન કેમેરાથી વર્ચ્યુઅલ નિદર્શન કર્યું હતું.

દેશમાં રાજકોટ ઉપરાંત લખનઉ, રાંચી, અગરતલા, ઈન્દોર અને ચેન્નાઈમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ બની રહ્યા છે. જેમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જે આવાસ 3 વર્ષમાં બને છે તેને એક જ વર્ષમાં બનાવવા પ્રોજેક્ટ અમલમાં મુકાયો હતો. રાજકોટ શહેરમાં રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં 1 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું અને 6 મહિનામાં 20 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે.

આ સાથે રાજકોટ દેશમાં બીજા ક્રમે છે અને વહેલી તકે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી લેશે તેમ સિટી ઈજનેર અલ્પના મિત્રાએ જણાવ્યું છે. આવાસ યોજનાનું કામ મોનોલિથિક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્કથી થઈ રહ્યું છે. 3 દિવસમાં ચાર ફ્લેટનું બાંધકામ થઈ રહ્યું છે જેથી એક જ વર્ષમાં જ આ તમામ 1144 ફ્લેટ તૈયાર થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...