રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસ અઠવાડિયામાં માંડ પાંચથી છ જેટલા નોંધાય છે. આજે રાજકોટ કોરોનામુક્ત રહ્યું છે. કારણ કે આજે એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાની ત્રીજી લહેરને લઇને સિવિલમાં 5.34 ટન અને ખાનગી હોસ્પિટલોમાં 4.44 મેટ્રીક ટન ઓક્સિજનની કેપેસિટી સાથેના પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવ્યા છે.રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના 2223 અને 45 વર્ષથી મોટી ઉંમરના 2235 સહિત કુલ 4458 નાગરિકોએ રસી લીધી હતી.
કોરોનાને માત આપ્યા બાદ ફરી માંદગીમાં સપડાતા ડો.યોગેન્દ્ર માંકડનું અવસાન
રાજકોટના જાણિતા તબીબ ડો.યોગેન્દ્ર માંકડનું અવસાન થયું છે. એક અઠવાડિયાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. કોરોનાને માત આપ્યા બાદ ફરી તેઓ બીમારીમાં સપડાયા હતા અને સારવાર બાદ અવસાન થયું છે. આ પહેલા તેમના પત્નીનું કોરોનામાં મૃત્યુ થયું હતું.
કોરોનાની સ્થિતિ તા.10/08/2021 મુજબ
1) ટોટલ કેસ: 42,800
2) ટોટલ એક્ટિવ કેસ: 21
3) ટોટલ હોમ આઇસોલેશનમાં (એક્ટિવ કેસ): 20
4) ટોટલ ડિસ્ચાર્જ: 42,325
5) ટોટલ કોરોના મૃત્યુ: 457
6) રિકવરી રેટ: 98.89%
7) છેલ્લા 7 દિવસમાં આવેલા પોઝિટિવ કેસ: 8
8) ટોટલ કરવામાં આવેલા કોરોના ટેસ્ટ: 12,89,160
અત્યાર સુધી કરાયેલા RT-PCR અને એન્ટિજન ટેસ્ટ
- RTPCR ટેસ્ટ: 2,59, 636.
- એન્ટીજન ટેસ્ટ: 10,30,024
વેક્સીનેશનની સ્થિતિ
- પ્રથમ ડોઝની સંખ્યા: 8,97,602 (90.35%)
- બીજા ડોઝની સંખ્યા: 3,12,753 (34,84% )
સર્વેલન્સની કામગીરી
1) ધન્વન્તરી રથની સંખ્યા- 93
2) 104 વાહનની સંખ્યા- 3
3) સંજીવની રથની સંખ્યા- ૩
ઓક્સિજનની પ્લાન્ટની વિગત
1. સરકારી હોસ્પિટલ ઓક્સીજન પ્લાન્ટ કેપેસિટી- 5.34 મેટ્રીક ટન (MT)
- પી.ડી.યુ. મેડિકલ કોલેજઃ 4.84 MT
- પદ્મકુંવરબા હોસ્પિટલઃ 0.5 MT
2. પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કેપેસીટી- 4.44 MT
- ક્રાઈસ્ટ હોસ્પિટલઃ 0.81 MT
- પંચનાથ હોસ્પિટલઃ 0.43 MT
- વૈદેહી બેકબોન હોસ્પિટલઃ 3.20 MT
આજે 31 સેશન સાઇટ પર કોવિશીલ્ડ આપવામાં આવી રહી છે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ– ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કૂલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં. 84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં.28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર– અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કૂલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં.61, હુડકો
19) શાળા નં.20 બી, નારાયણનગર
20) જંક્શન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલ્વે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
26) સરદાર સ્કૂલ, સંત કબીર રોડ
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા (BRC) ભવન
2 સેશન સાઈટ પર કોવેક્સિનનો બીજો ડોઝ અપાય રહ્યો છે
1) શાળા નં. 47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2) શાળા નં. 49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.