ખેડૂતોને રાહત:મોજ ડેમમાંથી પિયત માટે શુક્રવારે પાણી છોડવાનું આયોજન

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ રવી પાકનું વાવેતર શરૂ થતાં સિંચાઈ વિભાગે ખેડૂતોને પિયત માટે પાણી આપવાની તૈયારી દર્શાવી છે. આ વર્ષે ખેડૂતો માટે વહેલાસર કેનાલની સાફ સફાઈ હાથ ધરી શુક્રવારે મોજ ડેમમાંથી પાણી છોડવાનું આયોજન કરાયું છે.મોટાભાગે ખેડૂતોની અનેક માંગ બાદ સિંચાઈ માટે પાણી છોડવામાં આવતું હોય છે,

રાજકોટ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.જી પટેલના જણાવ્યા મુજબ ખેડૂત પાણી વાંકે રવી પાકનું વાવેતર કરવાનું ન ટાળે તે માટે અગાઉથી જ કેનાલની સાફ સફાઈ કરી 26 નવેમ્બરે 3500 હેક્ટર વિસ્તારમાં પાંચ પાણ આપવાનું આયોજન છે,

પરંતુ નિયમ મુજબ પચાસ ટકા ફોર્મ એટલે કે ખેડૂતોની માગણી આવશે તો શુક્રવારે પાણી છોડાશે. નહીંતર તારીખ લંબાવી બે દિવસ બાદ પાણી છોડવામાં આવશે. 24 નવેમ્બર સુધી 900 હેક્ટરના ફોર્મ કચેરીએ આવી ગયા છે. 27 ઓક્ટોબરના મળેલી ખેડૂતોની સિંચાઈ સલાહકારની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...