તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:પાણી ભરાય છે તે સ્થળો રેડ ઝોન, વરસાદ ચાલુ થતાં જ પાણી નિકાલની વ્યવસ્થા કરાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવીમાં જોઈને પાણી ભરાયેલા વિસ્તારોમાં ટીમોને મોકલાશે
  • રિસ્પોન્સ ટાઈમ ઓછો હશે તો લોકોને ફરિયાદનો મોકો નહિ મળે : કમિશનર

રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે પ્રી-મોન્સૂન એક્ટિવિટી કરે છે અને દર વર્ષે તેનું ધોવાણ થઈ જાય છે. જ્યાં વર્ષોથી પાણી ભરાય છે ત્યાં તો તે જ સ્થિતિ રહે છે સાથે જ નવા વિસ્તારોમાં પણ સમસ્યા વધતી જાય છે. નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની સામે સૌથી પહેલો આ જ પડકાર આવ્યો છે. જેના ભાગરૂપે તેમણે વિસ્તારોને ઝોન પ્રમાણે વિભાજિત કરીને રેપિડ રિસ્પોન્સ સિસ્ટમ અમલી બનાવી રહ્યા છે.

કમિશનર અમિત અરોરાના જણાવ્યા અનુસાર જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે તેના બે ભાગ છે એક વિસ્તાર એવો કે જ્યાં વરસાદ આવ્યા બાદ 15થી 20 મિનિટમાં પાણીનો નિકાલ થઈ જાય છે. બીજો એ વિસ્તાર જ્યાં 40 મિનિટથી વધુ સમય થાય છે. જ્યાં સમય વધુ થાય તેને રેડ ઝોન અને બીજા વિસ્તારોને યલો ઝોન ગણાશે. વરસાદ શરૂ થશે એટલે ફરિયાદની રાહ જોયા વગર રેડ ઝોનમાં ટીમ તૈનાત થઈ જશે અને જ્યાં જ્યાં પાણીના નિકાલની છે તે જગ્યા પર વોચ રાખશે. યલો ઝોન તેમજ બીજા વિસ્તારો અંગે તેમણે કહ્યું કે, શહેરમાં આઈ-વે પ્રોજેક્ટ હેઠળ 900 સીસીટીવી કેમેરા છે તેનાથી બધી જગ્યાઓ પર નજર રાખવામાં આવશે.

વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં પાણી ભરાવાની સૌથી વધુ સમસ્યા
જૂના રાજકોટ અને ઉપલા કાંઠા તરીકે ઓળખાતા ઇસ્ટ ઝોનમાં પાણી ભરાવાની સમસ્યા ઓછી હોય છે કારણ કે, ત્યાં કુદરતી રીતે ઢાળ આજી નદી તરફ વાળેલો છે. જ્યારે સેન્ટ્રલ ઝોન કે જ્યાં વોંકળાઓ બૂરી દેવાયા છે ત્યાં સૌથી વધુ પાણી ભરાય છે. વેસ્ટ ઝોનમાં નવા વિસ્તારોમાં પણ ઘણી સમસ્યાઓ નોંધાઈ છે. મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ એકલા વેસ્ટ ઝોનમાં 38 રેડ ઝોન છે જ્યારે ઈસ્ટ ઝોનમાં ગત વર્ષમાં પાણી ભરાયાની 51 ફરિયાદ આવી હતી તે સ્પષ્ટ કરે છે કે વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં કામગીરીની વધુ જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...