યાત્રિકોમાં નારાજગી:રાજકોટમાં અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન ન થતા યાત્રાળુઓએ દેકારો મચાવ્યો, યસ બેન્ક બહાર લાંબી કતાર લાગી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ર​​​​​​​જીસ્ટ્રેશન ન થતા યાત્રાળુઓએ દેકારો મચાવ્યો - Divya Bhaskar
ર​​​​​​​જીસ્ટ્રેશન ન થતા યાત્રાળુઓએ દેકારો મચાવ્યો
  • યસ બેન્કમાં રજિસ્ટ્રેશન ન થતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ
  • પોલીસે યસ બેન્ક ખાતે પહોંચી ઉહાપોહ ન મચાવવા વિનંતી કરી

અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન ગત 12 એપ્રિલ 2022થી શરૂ થઈ ગયું છે. ત્યારે આજે રાજકોટમાં પણ અમરનાથ યાત્રામાં જવા માટે મોટી સંખ્યામાં યાત્રીઓ રજીસ્ટ્રેશન કરાવવા માટે યસ બેન્કમાં પહોંચ્યા હતા. પરંતુ રજીસ્ટ્રેશન ન થતા યાત્રાળુઓએ દેકારો મચાવ્યો હતો. આજે યસ બેન્ક બહાર લાંબી કતાર લાગી હતી. હાલ આ મામલે પોલીસ યસ બેન્ક ખાતે પહોંચી હતી અને યાત્રાળુઓને ઉહાપોહ ન મચાવવા સમજાવ્યું હતું.

બીજા રાજ્યોમાં રજીસ્ટ્રેશન શરૂ
રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલી યસ બેન્કમાં રજિસ્ટ્રેશન ન થતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ હતી. પરંતુ અમરનાથ શ્રાઇન બોર્ડ પર અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન નહોતું થયું. જેના કારણે અમરનાથના યાત્રીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અમરનાથ યાત્રામાં જવા માટે યાત્રીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે કે ,ગુજરાતના બીજા રાજ્યોમાં રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તો અહિંયા કેમ થઇ નથી રહ્યું એવા સવાલો થઈ રહ્યા હતા.

રજિસ્ટ્રેશન ન થતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ
રજિસ્ટ્રેશન ન થતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ

ભારે રોષ જોવા મળ્યો
ઉલ્લેખનીય છે કે કોરોનાનાં કારણે છેલ્લા બે વર્ષથી પવિત્ર અમરનાથ યાત્રામાં જવા આ વર્ષે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી હજારો યાત્રાળુઓ - સંઘોએ તૈયારી શરૂ કરી દીધી છે. હજારો યાત્રિકોએ મેડિકલ સર્ટિફિકેટ કઢાવી લીધા છે અને હાલ દેશભરમાં યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે પરંતુ ગુજરાતમાં રજીસ્ટ્રેશન માટે યાત્રિકોને આજે ધકકા થયા હોય ભારે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...