તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશબંધી:પિયર આવવા જવા પર પ્રતિબંધ, ગામમાં કોરોનાનો એકપણ કેસ નહીં

રાજકોટ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • લોધિકાનું જશવંતપુર અન્ય ગામો માટે બન્યું પ્રેરણાદાયી
 • ગામમાં 100% વેક્સિનેશન થયું, ફેરિયાઓને પ્રવેશબંધી

કોરોનાના કહેરથી રાજ્યના તમામ ગામો અને શહેરોમાં ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાયા છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે ત્યારે લોધિકા તાલુકાનું જશવંતપુર ગામ કે જ્યાં એકવર્ષથી કોરોનાનો એક કેસ નોંધાયો નથી અને કોરોના તો ઠીક બીમારીથી પણ એકવર્ષમાં કોઇનું મૃત્યુ થયું નથી. આ માટે ગ્રામજનોએ સ્વયંભૂ કરેલા કેટલાક નિયંત્રણો આ ગામને કોરોનાથી હજુ સુધી મુક્ત રાખી શક્યા છે.

જશવંતપુરના ઉપસરપંચ બાબુભાઇ હિરાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસ શરૂ થયા અને લોકડાઉન જાહેર થયું ત્યારે સમસ્ત ગ્રામજનોની બેઠક બોલાવવામાં આવી હતી અને સંભવિત મહામારીથી ગામને કેવી રીતે બચાવી શકાય તે માટે ચર્ચા કરીને સાર્વત્રિક નિર્ણયો લેવાયા હતા.

છેલ્લા એક વર્ષથી જશવંતપુર ગામમાં સામૂહિક રીતે કોઇપણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી નથી. ફેરિયાઓને ગામમાં પ્રવેશબંધી કરવામાં આવી છે, લોકડાઉન દરમિયાન ગામની દુકાનો બંધ રાખી હતી, એટલું જ નહીં ગામની વહુઓને તેમના પિયર જવા કે બહારગામ રહેતી દીકરીઓને જશવંતપુર તેના પિયર આવવા પર પ્રતિબંધ મુક્યો હતો, આ નિયમને ગ્રામજનોએ સ્વીકાર્યો હતો.

​​​​​​​વેક્સિનેશન શરૂ થયું ત્યારે પણ ગ્રામજનોની બેઠક મળી હતી, શરૂઆતમાં 65 વર્ષ કે તેથી વધુ વયના લોકોનું વેક્સિનેશન થયું હતું ત્યારે તમામ વડીલોએ વેક્સિન લીધી હતી, 45 વર્ષની વયનો તબક્કો આવ્યો ત્યારે પણ તમામ લોકો વેક્સિનેશનમાં જોડાયા અને હવે 18 વર્ષની વયનો તબક્કો આવ્યો છે તેમાં પણ ગામના તમામ યુવાનો જોડાશે, જશવંતપુર ગામ સામે કોરાનાની હાર થઇ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે અને આ માટે ગ્રામજનોની જાગૃતતા જ મહત્ત્વનું હથિયાર સાબિત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો