મતગણતરી:જિલ્લા પંચાયતની પેટાચૂંટણીનું આજે બે બેઠકનું ચિત્ર સ્પષ્ટ , મોડેલ સ્કૂલમાં 13 રાઉન્ડમાં મતગણતરી

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પંચાયતની ખાલી પડેલી બે બેઠક શિવરાજપુર અને સાણથલી બેઠકની આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને બે કલાકમાં બન્ને બેઠકનું પરિણામ પણ જાહેર થઈ જશે. રવિવારે શિવરાજપુર બેઠક પર 51.41 ટકા અને સાણથલી બેઠકમાં 53.61 ટકા મતદાન થયું હતું. ત્યારે આજે આ બન્ને બેઠકની મતગણતરી થશે. જસદણના કમળાપુર રોડ પર આવેલ મોડેલ સ્કૂલમાં સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થશે અને બે કલાકમાં જ પૂર્ણ થશે. જેમાં બે ટેબલ પર બેલેટ પેપરની તેમજ ચાર- ચાર ટેબલ પર બન્ને સીટની મતગણતરી થશે. કુલ 13 રાઉન્ડ થશે. જેમાં સાણથલી બેઠકની મતગણતરીના 7 રાઉન્ડ અને શિવરાજપુરના 6 રાઉન્ડમાં પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...