તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન ઇફેક્ટ:બાયોડેટા બનાવ્યો, પણ હવે મને લગ્ન કરતા બીક લાગે છે

રાજકોટ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મનોવિજ્ઞાન ભવનમાં ફોન કરનારે નોકરી-ધંધાની સમસ્યાઓની વ્યથા વર્ણવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના કાઉન્સેલિંગ સેન્ટરમાં રવિવારે ચિત્રવિચિત્ર સમસ્યાઓ આવી હતી જેમાં એક યુવતીએ એવી વ્યથા વ્યક્ત કરી હતી કે, હજુ લોકડાઉન થયું ત્યારે થોડા દિવસ પહેલા જ મારા લગ્ન માટે  બાયોડેટા બનાવ્યો હતો. હવે સાચું કહું સાહેબ મને લગ્ન કરતાય બીક લાગે છે. આપણે કાંઇ ઓળખતા તો ન હોય પહેલેથી  સામાવાળા પાત્રને એવી બીક લાગે કે તેને કે તેના ઘરે કોઇને કોરોના તો નહીં હોયને? છુપાવતા હશે તો? હું ઘરે કાંઇ કહું તો મને એવું કહે છે કે, તારે લગ્ન નહીં કરવા હોય એટલે આવા ખોટા વિચારોને બહાના કરે છે. હું શું કરું?

મને સરકારી નોકરી મળી હતી, ન કરી, આજે એમ થાય છે કે કરી હોત તો સારું

 • સાહેબ..તમારે બધાને કેવું સારું, સરકારી નોકરી રહી એટલે આવકની ઉપાધિ નહીં. મારે તો ધંધો હમણા બંધ છે રોજનું રૂ.1.50 થી 2 લાખનો વેપાર ધંધો થતો પણ હમણા તો સાવ બધુ ઠપ છે. આવક આવે નહીં એટલે ચેન ન પડે. તમારી જેમ સરકારી નોકરી હોત તો નિરાંત. કોઇ ઉપાધિ નહીં..મહિનો થાયને પગાર ખાતામાં.સાચે સરકારી નોકરિયાતોને જલસા છે. મને નોકરી મળી હતી પણ ધંધાને કારણે ન કરી. પણ આજે એમ થાય છે કે કરી હોત તો આવક બંધ ન થાત. વિચારોમાં નીંદર નથી આવતી.
 • સાહેબ હવે જીવનમાં શું રહ્યું? જો આવું ડરી ડરીને જીવવું કેમ? આ તો અતિ ખરાબ સ્થિતિ આવી ગઇ. હવે આગળ કાંઇ સારું થશે તેમ લાગતું નથી. નક્કી દુનિયાનો નાશ થશે. આ તો સાવ અતિ ખરાબ અને અંતિમ જ છે હવે દુનિયા આખી તબાહ.
 • સાહેબ ઓનલાઇન ભણાવવાની વાત સાંભળી ત્યારથી મને ચિંતા થાય છે કે, અમારા સંતાનો બગડશે. 10માં ધોરણમાં દીકરો આવ્યો તે મોબાઇલમાં આડુંઅવળું નહીં જોવે ને? બગડશે નહીં તેની શું ખાતરી? વાર્ષિક પરીક્ષા લેવાનું સરકારને કહોને તો આ માથાકૂટ જ નહીં. આ ત્રણ-ત્રણ મહિને પરીક્ષાથી છોકરાવ આગળનું બધું જ ભૂલી જાય છે. હું ભણી ત્યારે વાર્ષિક પરીક્ષાઓ હતી. આજે મનેય કવિતાઓ સંસ્કૃતના પદ ઘણું યાદ છે પણ આ છોકરાવ પરીક્ષા દે પછી બીજી તરત આવતી પરીક્ષાની લહાયમાં ભૂલી જાય છે. અત્યાર સુધી દેશમાં જેટલા મહાપુરુષ થઇ ગયા તેઓએ ક્યા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી. અત્યારે વાર્ષિક પરીક્ષાઓનો નિર્ણય કરવો જોઇએ. ઓનલાઇન શિક્ષણ તો દેશના ભવિષ્યને બગાડશે. કેમ કે ઇન્ટરનેટમાં જેવું તેવું કેટલું બધું હોય? તમે ઉપર રજૂઆત કરો તો તમારું માને.
 • સાહેબ..મારો ભાઇ મોટી નોકરી કરે છે તેને કાંઇ વાંધો નથી. તેને તો જલસા છે. સરસ મજાની નોકરી છે, આલિશાન ઘર છે, કાર છે, એને મારા જેવું નથી, ટૂંકા પગારમાં પૂરું કરવાનું. દર મહિને વિચારી-વિચારીને રૂપિયા વાપરું ત્યારે પૂરું થાય. આ મહામારીમાં મારી મા એમની જોડે શહેરમાં હતા તેને મારે ત્યાં ગામડે મૂકી ગયા કે અમારે ત્યાં કોરોનાના કેસ છે, નોકરીએ જવાનું હોય ને...ક્યારેક દર્દીઓને પણ મળવાનું થાય એટલે માને ચેપ ન લાગે એટલે મૂકી જાવ છું, એવું કહીને ગયા. મહિનો થયો પણ લઇ ન ગયા. માને જ ચેપ લાગે તેમની બૈરીને નહીં? માજીને કારણે ઘરખર્ચમાં વધારો અને કંકાસ અલગથી? હું થાક્યો..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો