PI-વકીલ વચ્ચે તુતુ મેમે:PIએ મુદ્દામાલ ન છોડી ધમકી આપી: વકીલ, એડવોકેટને દબાણથી કામ કરાવવું’તું:પીઆઇ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુવાડવા પોલીસ મથકમાં PI-વકીલ વચ્ચેની તુતુ મેમે કોર્ટ સુધી પહોંચી

મુદ્દામાલ છોડવાના મુદ્દે કુવાડવા પોલીસ સ્ટેશનમાં એડવોકેટ રાજાણી અને પીઆઇ રાણા વચ્ચે બોલાચાલી થતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. એડવોકેટે કાયદા વિરુદ્ધ પોતાની ઇચ્છા મુજબ કામ કરાવવા દબાણ કર્યાનો પીઆઇએ આક્ષેપ કર્યો હતો તો પીઆઇએ કોર્ટઓફ કન્ટેમ્પ્ટ કર્યાની એડવોકેટે કોર્ટમાં અરજી કરી હતી, જેની શનિવારે સુનાવણી થશે. રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે, કુવાડવા પોલીસે ચાંદીનો જથ્થો જપ્ત કર્યો હતો તે મુદ્દામાલ મૂળ માલિકને સોંપી દેવા કોર્ટે આદેશ કર્યો હતો.

મુદ્દામાલ છોડવાની મહત્તમ કામગીરી પૂરી થઇ ગઇ હતી ત્યારે પીઆઇ કે.જે.રાણાએ મુદ્દામાલ છૂટશે નહીં તેમ કહી ગાળો ભાંડી હતી અને જોઇ લેવાની ધમકી આપી હતી, અને કોર્ટે પહોંચી પીઆઇ સામે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની અરજી કરતા કોર્ટના આદેશથી પીઆઇ રાણા હાજર થયા હતા, કોર્ટમાં પણ પીઆઇએ અન્ય વકીલોની હાજરીમાં ઉદ્ધતાઇ કરી હતી અને તે અંગે બીજી અરજી કોર્ટમાં કરી, કુવાડવા પોલીસના પીઆઇ કે.જે. રાણાએ જણાવ્યું હતું કે, 70 કિલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો.

જે મામલે કોર્ટનો આદેશ લઇ એડવોકેટ રાજાણી સહિતના લોકો આવ્યા, પરંતુ જે રીતે દિવસો બાદ બિલ રજૂ કરાયા છે તે શંકાસ્પદ હોય અપીલમાં જવાની વાત કરતાં એડવોકેટ રાજાણીએ મનમાની કરાવવા દબાણ લાવવા પ્રયાસ કર્યો હતો. ગાળ કે ધમકી આપ્યા અંગે પીઆઇ રાણાએ ઇનકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...