તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ઈમર્જન્સી, ઓર્થોપેડિક અને મેડિસીનમાં તબીબો ફરજ પર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈમર્જન્સી વિભાગ પાસે તબીબોએ દર્દીઓની સારવાર કરી હતી. - Divya Bhaskar
ઈમર્જન્સી વિભાગ પાસે તબીબોએ દર્દીઓની સારવાર કરી હતી.
  • તંત્ર સાથે ચર્ચાઓની વચ્ચે દર્દીઓ હેરાન ન થાય તે માટે નિર્ણય લેવાયો
  • હડતાળ ચાલુ રાખી રેસિડેન્ટ તબીબોએ દર્દીઓની સારવાર શરૂ કરી

રાજ્યભરમાં બોન્ડેડ અને રેસિડેન્ટ તબીબોની હડતાળ ચાલી રહી છે. આ કારણે દર્દીઓ હેરાન થતા હોવાથી ચર્ચા થાય ત્યાં સુધી ફરજ બજાવવા માટે તબીબો તૈયાર થયા છે. બુધવારે સવારે 9 વાગ્યાથી રેસિડેન્ટ તબીબો ઈમર્જન્સી, મેડિસિન વિભાગ, ઓર્થોપેડિક વિભાગમાં તબીબો કામ પર પરત ફરતા દર્દીઓને રાહત થઈ હતી. તબીબોએ જણાવ્યું હતું કે, તંત્રએ એક ખાસ કમિટી બનાવી છે જે આ અંગે વાટાઘાટો કરશે. મોડી રાત્રે વાત આવી હતી કે, સરકાર સિનિયર બેચને લાભો આપવા તૈયાર છે જુનિયર બેચ માટે અવઢવ હતી જ્યારે તબીબો બધા માટે લાભોની માંગ કરી રહ્યા છે.

મોડી રાત સુધી આ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. એવું નક્કી કરાયું હતું કે, તબીબો રાતના 8 વાગ્યા સુધી ફરજ બજાવશે અને જો તેમની માંગ નહિ સ્વીકારાય તો ફરીથી સેવા બંધ કરશે જોકે એક તબક્કે યોગ્ય જવાબ મળતા હાલ દર્દીઓની સેવા ચાલુ રાખવા તબીબો માન્યા છે. તબીબોની અછત સૌથી વધુ ઇમર્જન્સી વિભાગમા વર્તાઈ રહી હતી. રેસિડેન્ટ તબીબો ફરજમાં જોડાતા જ કાર્યવાહી ઝડપી બની હતી અને ઈમર્જન્સીમાં જે લાઈનમાં દર્દીઓ હતા તેમને ઝડપથી ચકાસવા માટે તબીબો ઓપીડીમાં બહાર આવી લોબીમાં જ દર્દીઓને ચકાસી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...