તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:રાજકોટમાં સોમવારથી કોર્ટમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ થશે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દોઢ વર્ષ બાદ ફરી અદાલતો ધમધમશે

છેલ્લા દોઢ વર્ષથી રાજ્યભરની અદાલતોમાં મહામારીના સમયમાં માત્ર અરજન્ટ કેસ ચલાવવામાં આવતા અનેક વકીલો તેમજ જુનિયર વકીલોની સ્થિતિ દયનીય બની ગઇ હતી, પરંતુ શનિવારે હાઇકોર્ટ દ્વારા આગામી સોમવારથી રાજ્યભરની તમામ અદાલતોમાં ગાઇડલાઇન મુજબ ફિઝિકલ કાર્યવાહી શરૂ કરવા આદેશ કર્યો છે. વડી અદાલતના આદેશને પગલે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું કે, મહામારીના સમયમાં સિનિયર-જુનિયર વકીલોની આર્થિક સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઇ હતી.

જેમાં સૌથી વધુ અસર જુનિયર વકીલોને થઇ હતી. અદાલતો બંધ થતા અનેક જુનિયર વકીલોને તેમનું ગુજરાન ચલાવવા માટે અન્ય કામધંધા કરવા મજબૂર બન્યા હતા. આમ મહામારીમાં વકીલોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે, પરંતુ વડી અદાલતના હુકમથી સોમવારે ફરી રાજકોટની તમામ નીચલી અદાલતોમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ થશે. સોમવારથી રાબેતા મુજબ સવારે પોણા અગિયારથી સાંજે 6.10 સુધી કોર્ટ કાર્યવાહી ચાલશે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી રાજકોટ ડિસ્ટ્રિક્ટ જજ ટૂંકમાં ગાઇડલાઇન જાહેર કરશે.

અન્ય સમાચારો પણ છે...