તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠરાવ:અદાલતોમાં ફિઝિકલ કાર્યવાહી બંધ, લોકઅદાલત મુલતવી

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં લાંબા સમય બાદ શરૂ થયેલી અદાલતોમાં કોરોનાની વધુ એક લહેરથી ફરી ફિઝિકલ કાર્યવાહી બંધ કરવાનો હાઇકોર્ટે ઠરાવ કર્યો છે. જેને પગલે બુધવારથી રાજકોટની વિવિધ અદાલતોમાં ફિઝિકલ કાર્યવાહી બંધ કરી દેવામાં આવી છે. અરજન્ટ કેસો હોય તેને ઓનલાઇન ચલાવવા ઠરાવમાં જણાવાયું છે.

કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાને રાખી 50 ટકા સ્ટાફ જ કોર્ટમાં કાર્યરત રહેશે. એક વર્ષ જેટલા લાંબા સમય સુધી અદાલતો બંધ રહ્યા બાદ વકીલોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ ગઇ હતી. ત્યાં વધુ એક વખત મહામારીના ફૂંફાડાથી ફિઝિકલ કાર્યવાહી બંધ કરવાના ઠરાવથી વકીલોની પરિસ્થિતિ જેમની તેમ રહી છે.

તદઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.10 એપ્રિલના લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકઅદાલતને મુલતવી રાખી આગામી તા.8-5નાં રોજ યોજાશેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો